Advertisement

બલોલનગર બ્રિજ પર હિટ એન્ડ રન: કારની ટક્કરે એક્ટિવા સવાર પતિ-પત્ની બ્રિજ પરથી નીચે પટકાયા, પતિનું મોત

બલોલનગર બ્રિજ પર હિટ એન્ડ રન: કારની ટક્કરે એક્ટિવા સવાર પતિ-પત્ની બ્રિજ પરથી નીચે પટકાયા, પતિનું મોત

અમદાવાદમાં રાણીપમાં બલોલનગર બ્રિજ પર ગત મોડી રાતે અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. પતિ પત્ની એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે એક કાર ચાલકે એકટીવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવક બ્રિજ પરથી નીચે પડ્યો હતો જેમાં એક્ટિવા ચાલકનું મોત થયું છે જ્યારે એક્ટિવા ચાલકની પત્નીને ઇજા પહોંચી છે.બનાવ અંગે એલ ડિવિઝન પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement