Advertisement

ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં હર્ષદ ગોવિંદભાઈ પરમારની શપથવિધિ

ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં હર્ષદ ગોવિંદભાઈ પરમારની શપથવિધિ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેબિનેટ મંત્રીઓની ઉપસ્થિતીમાં ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે હર્ષદ ગોવિંદભાઈ પરમારે શપથ લીધા હતા. આ શપથવિધિ કાર્યક્રમ ગૌરવપૂર્ણ માહોલ વચ્ચે યોજાયો હતો, જેમાં અનેક આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


શપથ લીધા બાદ હર્ષદ ગોવિંદભાઈ પરમારે ઉમરેઠ વિસ્તારના સર્વાંગી વિકાસ, જનસેવા અને લોકોના વિશ્વાસને જાળવી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમને શુભેચ્છા પાઠવી વિકાસલક્ષી કાર્યોમાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાની આશા વ્યક્ત કરી હતી.

Advertisement