Advertisement

ભરૂચના સાંસદ મનસુખ વસાવાની મોટી જાહેરાત: “હું આગામી લોકસભા ચૂંટણી નહીં લડું”

ભરૂચના સાંસદ મનસુખ વસાવાની મોટી જાહેરાત: “હું આગામી લોકસભા ચૂંટણી નહીં લડું”

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. તેવામાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપના સાત ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મનસુખ વસાવાએ જણાવ્યું છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડશે નહીં અને પાર્ટી હવે નવા નેતૃત્વને આગળ લાવવા પર ધ્યાન આપે.


મનસુખ વસાવાએ કહ્યું કે ભાજપે તેમને લાંબા સમય સુધી મોટી જવાબદારીઓ આપી છે. તેઓ ધારાસભ્યથી લઈને કેન્દ્રીય મંત્રી સુધીના મહત્વના પદો પર રહી ચૂક્યા છે. પાર્ટીએ તેમને ઘણું બધું આપ્યું છે અને હવે સમય આવ્યો છે કે નવા યુવા નેતાઓને તક આપવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ આગામી આઠમી ટર્મ માટે ચૂંટણી નહીં લડે અને પક્ષે હવે સક્ષમ અને યુવા ઉમેદવાર તૈયાર કરવા જોઈએ.


ઉલ્લેખનીય છે કે મનસુખ વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી વર્ષ 1998થી સતત જીતતા આવ્યા છે અને સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ 2014માં પ્રથમ મોદી સરકારમાં કેન્દ્રીય આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. લાંબી રાજકીય કારકિર્દી ધરાવતા મનસુખ વસાવા આદિવાસી સમાજના પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાય છે.



મનસુખ વસાવાની રાજકીય કારકિર્દી એક નજરે:

1995 – રાજપીપલા બેઠકથી ધારાસભ્ય

1995 – ગુજરાત સરકારમાં નાયબ મંત્રી

1998 – 12મી લોકસભામાં સભ્ય (પ્રથમ ટર્મ)

1999 – 13મી લોકસભામાં સભ્ય (બીજી ટર્મ)

2004 – 14મી લોકસભામાં સભ્ય (ત્રીજી ટર્મ)

2009 – 15મી લોકસભામાં સભ્ય (ચોથી ટર્મ)

2014 – 16મી લોકસભામાં સભ્ય (પાંચમી ટર્મ)

27 મે 2014 થી 5 જુલાઈ 2016 –

કેન્દ્રીય આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રી

2019 – 17મી લોકસભામાં સભ્ય (છઠ્ઠી ટર્મ)

2024 – 18મી લોકસભામાં સભ્ય (સાતમી ટર્મ)

Advertisement