ભાવનગરના લઠ્ઠાકાંડની અસર હવે સુરત સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનામાં વધુ એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના સંજય ડોડીયા નામના વ્યક્તિએ ભાવનગરથી મંગાવવામાં આવેલો દારૂ પીધો હતો. દારૂ પીધા બાદ તેની તબિયત લથડતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હાલ સામે આવેલી માહિતી મુજબ, સંજય ડોડીયા બ્રેઈન ડેડ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જો આ માહિતીની સત્તાવાર પુષ્ટિ થાય છે, તો લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે.
બીજી તરફ, આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેસમાં 13 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
તપાસ જેમ આગળ વધી રહી છે તેમ લઠ્ઠાકાંડના તાર વધુ વિસ્તરતા જોવા મળી રહ્યા છે. આ કેસનું કનેક્શન મધ્યપ્રદેશ સુધી પહોંચતું હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવે સવાલ એ છે કે આ નકલી દારૂનું નેટવર્ક કેટલું મોટું છે અને તપાસમાં હજુ કેટલા ચોંકાવનારા ખુલાસા સામે આવશે?
આ મામલે પોલીસની તપાસ પર સૌની નજર છે.