Advertisement

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ લોકભવન ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ લોકભવન ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન લોકભવન ખાતે ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પોટ્રેટને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પણ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ ગરિમાપૂર્ણ અવસરે કેન્દ્ર અને રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારત રત્ન ડૉ. આંબેડકરના પોટ્રેટને પુષ્પ અર્પણ કર્યા હતા.

Advertisement