ગુજરાત ભાજપ દ્વારા આગામી ચૂંટણીને ધ્યાને રાખીને સંગઠનમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. મીડિયા ટીમને વધુ મજબૂત બનાવવા માટે 7 સહ-પ્રવક્તા અને 2 મીડિયા સહ-ઈન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી છે, જેમાં અનુભવી નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ મોવડી મંડળ દ્વારા નિરીક્ષકોની નિમણૂંક માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ઉમેદવારોની પસંદગી માત્ર તેમની જીતવાની ક્ષમતા પર આધારિત રહેશે અને કોઈ પણ ધારાસભ્ય કે સાંસદની ભલામણને પ્રાથમિકતા આપવામાં આવશે નહીં.
હવે નિરીક્ષકો તેમના વિસ્તારમાં જઈ ઉમેદવારોની સેન્સ લેશે અને ત્યારબાદ અંતિમ ઉમેદવારો નક્કી કરવામાં આવશે. આ પગલાથી પાર્ટી અંદર પારદર્શિતા વધશે અને યોગ્ય ઉમેદવારોને તક મળવાની સંભાવના વધી જશે.