ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ભાજપ કાર્યાલયમાં સ્વાગત સમારોહ દરમિયાન એક મહિલાએ મંચ પર જઈ પાર્ટીના પદાધિકારીનો કોલર પકડીને જાહેરમાં લાફો મારતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
માહિતી મુજબ, મહિલાએ પદાધિકારી પર પૈસા હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો. LIC પોલિસીના નામે આશરે 4.50 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં તે જમા ન કરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહિલાનો ગુસ્સો એટલો વધી ગયો કે તેણે પદાધિકારીને કોલર પકડીને ખેંચવાનો પ્રયાસ કર્યો અને ચપ્પલ લઈને મારવા દોડી, જેના કારણે કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી અને હોબાળો સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ પોલીસે બંને પક્ષોની પૂછપરછ શરૂ કરી છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ભાજપ કાર્યાલયમાં હંગામો: મહિલાએ નેતાને કોલર પકડી લાફો માર્યો, ઘટનાથી રાજકારણ ગરમાયું