“બેંકમાં રોકડ જમા કરાવતા પહેલા એક મિનિટ… કારણ કે તમારી એક નાની ભૂલ ઇન્કમ ટેક્સ વિભાગનું ધ્યાન તમારી તરફ ખેંચી શકે છે!”

“બેંકમાં રોકડ જમા કરાવતા પહેલા એક મિનિટ… કારણ કે તમારી એક નાની ભૂલ ઇન્કમ ટેક્સ વિભાગનું ધ્યાન તમારી તરફ ખેંચી શકે છે!”

“બેંકમાં રોકડ જમા કરાવતા પહેલા એક મિનિટ… કારણ કે તમારી એક નાની ભૂલ ઇન્કમ ટેક્સ વિભાગનું ધ્યાન તમારી તરફ ખેંચી શકે છે!” 🚨💰

બેંકમાં પૈસા જમા કરાવવું સામાન્ય વાત છે… પરંતુ જો તમે વિચારતા હોવ કે રોકડ ગમે તેટલી જમા કરાવો અને કોઈને ખબર નહીં પડે, તો આ માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે.

નિયમો અનુસાર, એક નાણાકીય વર્ષ દરમિયાન તમારા એક અથવા એકથી વધુ બચત ખાતાઓમાં કુલ 10 લાખ રૂપિયા કે તેથી વધુ રોકડ જમા થાય, તો તેની માહિતી બેંક દ્વારા ઇન્કમ ટેક્સ વિભાગને રિપોર્ટ કરવામાં આવી શકે છે.

પણ અહીં ગભરાવાની જરૂર નથી!

10 લાખ રૂપિયા જમા થયા એટલે ટેક્સ નોટિસ આવી જ જશે એવું નથી. જો આ પૈસા કાયદેસર આવકના છે અને તમારી પાસે તેનો યોગ્ય હિસાબ છે, તો કોઈ સમસ્યા નથી.

એટલે કે પૈસા સેલરી, બિઝનેસ, ભાડાની આવક, ખેતીની આવક કે અન્ય કાયદેસર સ્ત્રોતમાંથી આવ્યા હોય તો તેના પુરાવા રાખવા જરૂરી છે.

અને એક વધુ મહત્વની વાત…

જો તમે એક જ દિવસમાં 50 હજાર રૂપિયાથી વધુ રોકડ જમા કરાવો, તો સામાન્ય રીતે તમારે PAN નંબર આપવો જરૂરી બની શકે છે. PAN ન હોય તો ફોર્મ 60 ભરવાનું રહેશે.

હવે આવે છે સૌથી કડક નિયમ…

આવકવેરા અધિનિયમની કલમ 269ST હેઠળ એક વ્યક્તિ પાસેથી એક દિવસમાં 2 લાખ રૂપિયા કે તેથી વધુ રોકડ સ્વીકારવા પર પ્રતિબંધ છે. નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે તો લેવામાં આવેલી રોકડ રકમ જેટલો, એટલે કે 100 ટકા સુધીનો દંડ થઈ શકે છે.

તો યાદ રાખજો…

બેંકમાં મોટી રકમ જમા કરાવવી ગેરકાયદેસર નથી, પરંતુ પૈસા ક્યાંથી આવ્યા તેનો હિસાબ તમારી પાસે હોવો જરૂરી છે!

 રોકડ મોટી હોય કે નાની… નિયમોની જાણકારી રાખશો તો મુશ્કેલીથી દૂર રહેશો!