બેંક કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 28, 29 અને 30 તારીખે પણ હડતાળનું એલાન કરવામાં આવી શકે છે.

બેંક કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 28, 29 અને 30 તારીખે પણ હડતાળનું એલાન કરવામાં આવી શકે છે.

બેંકના કોઈ કામ બાકી હોય તો સાવધાન થઈ જજો… કારણ કે આજથી બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરી રહ્યા છે.


અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજની માંગ સહિતના પડતર પ્રશ્નોને લઈને બેંક કર્મચારીઓએ હડતાળનું એલાન કર્યું છે. શનિવાર અને રવિવારની રજા સાથે આ હડતાળની અસર સતત ત્રણ દિવસ સુધી જોવા મળી શકે છે.


હવે સવાલ એ છે કે હડતાળ દરમિયાન કઈ બેંકો બંધ રહેશે?


તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBI, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, કેનરા બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, ઇન્ડિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને બેંક ઓફ ઈન્ડિયા સહિતની સરકારી બેંકોના કામકાજ પર અસર પડી શકે છે.


જોકે, ઘણી ખાનગી બેંકોમાં કામકાજ સામાન્ય રીતે ચાલુ રહેવાની શક્યતા છે.


બેંક યુનિયનોની મુખ્ય માંગ અઠવાડિયામાં પાંચ દિવસનું કામકાજ કરવાની છે. આ સહિતના અન્ય પડતર પ્રશ્નો અંગે માંગણીઓ કરવામાં આવી છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી અંતિમ મંજૂરી ન મળતાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.


અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં હડતાળની અસર જોવા મળી શકે છે. જ્યારે ઓલ ઇન્ડિયા સ્તરે 10 લાખથી વધુ બેંક કર્મચારીઓ આ આંદોલનમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


અને જો બેંક કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી 28, 29 અને 30 તારીખે પણ હડતાળનું એલાન કરવામાં આવી શકે છે.


એટલે બેંકમાં પૈસા જમા કરાવવા હોય, ઉપાડવાના હોય કે કોઈ અન્ય મહત્વપૂર્ણ કામ હોય તો સમયસર આયોજન કરી લેજો… કારણ કે આગામી દિવસોમાં બેંકિંગ સેવાઓ પર અસર પડી શકે છે.