બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! હડતાળ પહેલા રવિવારે પણ ખુલશે બેંકો!

બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! હડતાળ પહેલા રવિવારે પણ ખુલશે બેંકો!

બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! હડતાળ પહેલા રવિવારે પણ ખુલશે બેંકો!


28થી 30 સપ્ટેમ્બર દરમિયાન દેશવ્યાપી બેંક હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગ્રાહકોને અગવડ ન પડે તે માટે નાણા મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે.


હડતાળના એક દિવસ પહેલાં એટલે કે રવિવાર, 27 સપ્ટેમ્બરે જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો સામાન્ય રીતે ખુલ્લી રહેશે.


એટલું જ નહીં, RBIએ પણ આ દિવસે બેંક શાખાઓ, કચેરીઓ, ATM સાથે જોડાયેલી સેવાઓ અને કરન્સી ચેસ્ટને કાર્યરત રાખવાની મંજૂરી આપી છે.


મંત્રાલયના જણાવ્યા અનુસાર, હડતાળ પહેલાં સપ્તાહના અંતની રજાઓ હોવાથી ગ્રાહકોની જરૂરી બેંકિંગ કામગીરીમાં વિક્ષેપ ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે.


બીજી તરફ, પાંચ દિવસનું બેંકિંગ સપ્તાહ લાગુ કરવા સહિતની પડતર માંગણીઓને લઈને બેંક યુનિયનોએ ત્રણ તબક્કામાં હડતાળનો કાર્યક્રમ જાહેર કર્યો છે.


એટલે જો તમારું કોઈ જરૂરી બેંકિંગ કામ બાકી હોય, તો 27 સપ્ટેમ્બર રવિવારની આ ખાસ વ્યવસ્થા તમારા માટે મહત્વની બની શકે છે.