બાળકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લો ખેલ : બોરસદ પી.ચંદ્ર શાળાની બાજુમાં ગંદકીનો દરબાર, નગરપાલિકા ઘોર નિંદ્રામાં!

બાળકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લો ખેલ : બોરસદ પી.ચંદ્ર શાળાની બાજુમાં ગંદકીનો દરબાર, નગરપાલિકા ઘોર નિંદ્રામાં!

બોરસદ શહેરમાં વિકાસના દાવા ગગનચુંબી છે, પરંતુ હકીકતમાં બાળકોના સ્વાસ્થ્યની કીમત પર ગંદકીનો ખેલ ખુલ્લેઆમ રમાઈ રહ્યો છે. બોરસદ પી.ચંદ્ર શાળાની બાજુમાં જાણે ગંદકીનો દરબાર બેઠો હોય તેમ કચરા, ગંદા પાણી અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયેલું છે.


શાળામાં ભણવા આવતાં નિર્દોષ બાળકો પુસ્તકો કરતા વધુ દુર્ગંધ સહન કરવા મજબૂર બન્યા છે. વર્ગખંડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ‘વિષમુક્ત વાતાવરણ’ની બદલે ઝેરી હવા મળી રહી છે. બાળકો ભણે કે શ્વાસ લે—એ પણ હવે પ્રશ્ન બની ગયો છે.


સ્થાનિકો અને વાલીઓ વારંવાર રજૂઆતો કરે છે, પરંતુ બોરસદ નગરપાલિકા માટે કદાચ આ દુર્ગંધ “પરફ્યુમ” સમાન બની ગઈ છે! પ્રશ્ન એ છે કે શું કોઈ ગંભીર બીમારી ફેલાય પછી જ તંત્ર જાગશે?


શહેરની વચ્ચોવચ્ચ શાળાની બાજુમાં આ હાલત હોય તો વિકાસની વાતો માત્ર કાગળ પર જ સારી લાગે છે. જો તાત્કાલિક સફાઈ અને યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો બાળકોના સ્વાસ્થ્ય સાથેનો આ ચેડો આવતીકાલે મોટું સંકટ બની શકે છે.


હવે જોવું રહ્યું કે બોરસદ નગરપાલિકા ક્યારે આંખ ખોલે છે કે પછી બાળકોની હાલાકી પર પણ મૌન જાળવી રાખશે?