ભારતમાં પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાનો મહાકવિ માઘ સમારોહનું અનુસ્નાતક સંસ્કૃત વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાયો.
અનુસ્નાતક સંસ્કૃત વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો દ્વિ-દિવસીય “મહાકવિ માઘ સમારોહ” તા. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026 યોજાયો. સમગ્ર કાર્યક્રમ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નિરંજન પટેલ સાહેબના અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. જેમાં ઉદ્ધાટન સત્રમાં રાષ્ટ્રપતિ પુરસ્કૃત વિદ્વાન પ્રોફે. મિથિલાપ્રસાદ ત્રિપાઠીજી બીજરૂપ વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમણે મહાકવિ માઘનો મહિમા અને તેમની કૃતિ શિશુપાલવધ મહાકાવ્યમાં વિવિધ સાહિત્યિક પક્ષો જણાવી માઘની કાવ્યશૈલી વિશે વિસ્તારથી ચર્ચા કરી. ત્યાર બાદ સમગ્ર બે દિવસો દરમિયાન કુલ પાંચ સત્રો યોજાયા. જેમાં પ્રથમ સત્રમાં નવ નાલંદા મહાવિહાર, બિહારથી પ્રોફે. વિજય કર્ણજીએ મહાકવિ માઘ કે કાવ્ય મેં ભારતીય જ્ઞાન પરંપરા વિષય પર સારસ્વત વ્યાખ્યાન આપ્યું હતું.
દ્વિતીય સત્રમાં બે સારસ્વત વ્યાખ્યાન યોજાયા. જેમાં પ્રથમ સારસ્વત વક્તા પ્રોફે. સત્યપ્રકાશ દુબેજીએ (નિવૃત્ત પ્રોફેસર, જયનારાયણ વ્યાસ વિશ્વવિદ્યાલય, જોધપુર) ‘મહાકવિ માઘ કા શાસ્ત્રીય સમીક્ષણ’ વિષય પર અને બીજા વક્તા ડૉ. દિલીપ પટેલજીએ (પ્રોફેસર, હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વાવિદ્યાલય, પાટણ) ‘માઘ કા સાહિત્યિક પક્ષ’ વિષય પર વ્યાખ્યાન રજૂ કર્યું હતું.
દ્વિતીય દિવસે તૃતીય સત્રમાં બે સારસ્વત વ્યાખ્યાન યોજાયા. જેમાં પ્રથમ સારસ્વત વક્તા પ્રોફે.નરેશ વેદજીએ (પૂર્વ કુલપતિ, ગુજરાત વિશ્વાવિદ્યાલય) ‘શિશુપાલવધ મહાકાવ્યમાં નૈતિક અને દાશઁનિક વિચાર’ અને બીજા સારસ્વત વક્તા પ્રોફે. નિરંજન પટેલ (કુલપતિ, સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, વલ્લભ વિદ્યાનગર) ‘શિશુપાલવધ મહાકાવ્ય કી લક્ષણિકતા ઔર કૃષ્ણ કા ચરિત્ર’ પર રસાળ શૈલીમાં વ્યાખ્યાન આપ્યું હતું. ત્યાંર બાદ શોધપત્ર વાંચનમાં વિવિધ કોલેજોના અધ્યાપક, શોધાર્થી અને વિભાગના વિદ્યાર્થીઓએ મળી કુલ 28 શોધપત્રનું વાંચન થયું.
અંતે સમાપન સત્ર સરદાર પટેલ વિશ્વાવિદ્યાલયના કુલપતિ પ્રોફે. નિરંજન પટેલજીના અધ્યક્ષતામાં યોજાયું જમાં સારસ્વત વક્તા રાષ્ટ્રપતિ પુરસ્કૃત વિદ્વાન પ્રોફે. કેદારનારાયણ જોષીજીએ (નિવૃત્ત પ્રોફેસર & અધ્યક્ષ સંસ્કૃત અધ્યયનશાલા, વિક્રમ વિશ્વવિદ્યાલય, ઉજ્જૈન) ‘માઘે સન્તિ ત્રયો ગુણા:’ વિષય પર વ્યાખ્યાન રજૂ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ અનુસ્નાતક સંસ્કૃત વિભાગના કા.અધ્યક્ષ પ્રોફેસર મહેન્દ્ર નાયી સાહેબના માર્ગદર્શનમાં યોજાયો. “મહાકવિ માઘ સમારોહ”ના સંયોજક અનુસ્નાતક વિભાગના અધ્યાપક ડૉ.પ્રિયંક રાવલ અને સહ-સયોજક દેવાંશી ભીંડી અને શ્રેયાબેન પરમાર રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમમાં કુલ 126 જેટલાં રજીસ્ટ્રેશન થયા. જેમાં ગુજરાતની વિવિધ કોલેજોના અધ્યાપકો અને શોધાર્થી તથા વિદ્યાર્થીઓ ઉત્સાહથી જોડાયા હતાં. મહાકવિ માઘની કૃતિ શિશુપાલવઘમાં વર્ણિત ઉપદેશાત્મક સૂક્તિઓની પ્રદર્શની એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.