Advertisement

અમિત શાહના દર્શન પૂર્વે નડિયાદમાં મહાનગરપાલિકા એક્શન: લારીઓ-ટેબલ હોકર્સ ખસેડાયા, વેપારીઓમાં તણાવ

અમિત શાહના દર્શન પૂર્વે નડિયાદમાં મહાનગરપાલિકા એક્શન: લારીઓ-ટેબલ હોકર્સ ખસેડાયા, વેપારીઓમાં તણાવ

નડિયાદ શહેરના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર્શનાર્થે આવવાના છે. તે પહેલા સોમવારે મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગ ઉપર અને સંતરામ મંદિરની આસપાસના તમામ દબાણ અને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આશરે 200થી વધુ લારીઓ અને 50 જેટલા ટેબલ ગલ્લાવાળાઓને તંત્રની ટીમ દ્વારા ખસેડવામાં આવ્યા હતા. અમિત શાહ પરત ગયા બાદ નાના વિક્રેતાઓને ધંધો કરવાની સૂચના આપવામાં આવી છે.

મંગળવારે દેશના ગૃહમંત્રી અમિત શાહ શહેરના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે દર્શનાર્થે આવવાના છે. જેને લઇને નડિયાદ શહેરમાં સોમવારે સવારથી જ મહાનગરપાલિકાની દબાણ ટીમ દ્વારા મુખ્ય માર્ગ તેમજ સંતરામ મંદિરની આસપાસના વિસ્તારમાંથી દબાણો હટાવવામાં આવ્યા હતા. હાથે 200 થી વધુ લારીવાળાઓને તેમજ 50 થી વધુ ટેબલ ગલ્લાને મહાનગરપાલિકાની ટીમે ખસેડી દીધા હતા સાંજના સમયે પણ દબાણ કરતાં ઓને સ્વેચ્છાએ દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી.

દબાણોના કાયમી ઉકેલ માટે હોકર્સ ઝોન જરૂરી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી હોકર્સ ઝોન બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ યોગ્ય જગ્યા મળી રહી ન હોવાથી હાલમાં મુખ્ય માર્ગને છોડીને ગલીઓમાં લારીવાળાને ઉભા રહેવા દેવામાં આવે છે. પરંતુ વારે - તહેવારે લારીઓવાળાને ખસેડવામાં આવતાં હોવાથી કાયમી હોકર્સ ઝોનની ફાળવણી કરવામાં આવે તો મુખ્ય માર્ગ અને કનેક્ટેડ માર્ગ ઉપરથી દબાણોનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાઇ જાય તેમ છે.

Advertisement