અમેરિકામાં ભણવાનું સપનું જોનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર!
અભ્યાસ બાદ અમેરિકામાં નોકરી કરવાની યોજના હવે વધુ મોંઘી પડી શકે છે.
અમેરિકામાં હાલમાં 2 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ OPT હેઠળ નોકરી કરી રહ્યા છે. વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પણ સૌથી વધુ છે.
હવે પ્રસ્તાવિત ફી લાગુ થશે તો અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ OPT દ્વારા નોકરી કરવા માગતા વિદ્યાર્થીઓના ખર્ચમાં મોટો વધારો થઈ શકે છે.
એક તરફ અમેરિકામાં ગ્રેજ્યુએશનનો ખર્ચ લગભગ ₹50 લાખ સુધી પહોંચી શકે છે. તેના ઉપર રહેવા, જમવા અને અન્ય ખર્ચ અલગ.
ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન પાર્ટ-ટાઇમ કામ કરીને પોતાનો ખર્ચ કાઢે છે. પરંતુ હવે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ OPT માટે લગભગ ₹96 લાખ એટલે કે લગભગ 1 કરોડ રૂપિયાની પ્રસ્તાવિત ફી સામે આવી છે.
એટલે સરળ ભાષામાં કહીએ તો—
અમેરિકામાં ભણવા માટે ₹50 લાખનો ખર્ચ... અને ત્યારબાદ નોકરીના રસ્તા માટે લગભગ ₹1 કરોડની ફી!
અમેરિકામાં હાલમાં લગભગ 10 લાખ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ બાદ ત્યાં નોકરી કરવા માગતા વિદ્યાર્થીઓ માટે OPT મહત્વનો માર્ગ છે.
જો આટલો મોટો ફી વધારો અમલમાં આવે છે, તો કેટલાક વિદ્યાર્થીઓ અમેરિકાને બદલે જર્મની, ફ્રાન્સ જેવા દેશોમાં અભ્યાસ અને નોકરીના વિકલ્પો શોધી શકે છે.
જોકે મહત્વની વાત એ છે કે આ ફી હજુ માત્ર પ્રસ્તાવિત છે. તેને અમલમાં મૂકતા પહેલાં સંબંધિત પ્રક્રિયા પૂર્ણ થશે અને લોકો પાસેથી વાંધા તથા સૂચનો પણ મંગાવવામાં આવશે.
આ દરમિયાન કોલંબિયા યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઈમેલ કરીને હાલની અનિશ્ચિતતા અંગે આશ્વાસન આપ્યું છે. યુનિવર્સિટીએ કહ્યું કે તે સમગ્ર સ્થિતિને સમજી રહી છે અને ઘટનાક્રમ પર નજર રાખી રહી છે.
આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે ટ્રમ્પ પ્રશાસન વિદેશી વિદ્યાર્થીઓ અને અભ્યાસ બાદ અમેરિકામાં રોકાણ સંબંધિત નિયમો પર કડકાઈ વધારી રહ્યું છે.
હવે સૌથી મોટો સવાલ—
શું અમેરિકામાં ભણવાનું સપનું ભારતીય વિદ્યાર્થીઓ માટે વધુ મોંઘું બનશે?
અને જો આ પ્રસ્તાવ અમલમાં આવ્યો... તો વિદ્યાર્થીઓના સપનાની દિશા અમેરિકા નહીં, બીજા દેશો તરફ વળશે?