અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની પાંચ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના કરુણ મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 2ના કરુણ મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત.