સાણંદના વિરોચન નગર નજીક મોડી રાત્રે ટેન્કર, ડમ્પર અને થાર ગાડી વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના મોત થયા છે. માહિતી મુજબ ગફલતભરી ડ્રાઇવિંગને કારણે થયેલી ટક્કર બાદ કપચી ભરેલું ડમ્પર સંતુલન ગુમાવી થાર પર પલટી મારતાં તેમાં સવાર લોકો નીચે દબાઈ ગયા હતા. અકસ્માત બાદ વાહનોમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે હાઈવે પર અફરાતફરી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે ડમ્પર અને ટેન્કરના ચાલકો સ્થળ પરથી ફરાર થઈ ગયા છે અને પોલીસ દ્વારા તેમની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદના સાણંદ નજીક વિરોચન નગર પાસે ટ્રિપલ અકસ્માત: થાર પર ડમ્પર પલટતાં બેના મોત