અમદાવાદના નાના ચીલોડા પાસે કરોડોનો દારૂ કાંડ! એક કરોડથી વધુના વિદેશી દારૂ સાથે કન્ટેનર ઝડપાયું

અમદાવાદના નાના ચીલોડા પાસે કરોડોનો દારૂ કાંડ! એક કરોડથી વધુના વિદેશી દારૂ સાથે કન્ટેનર ઝડપાયું

અમદાવાદના નરોડા વિસ્તારમાં PCB દ્વારા મોટી કાર્યવાહી દરમિયાન નાના ચીલોડા પાસે શંકાસ્પદ કન્ટેનર અટકાવી તપાસ કરતાં અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. કન્ટેનરમાં ખોટી બિલ્ટી બનાવી સાઇકલના માલ તરીકે દારૂ છુપાવી હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે કુલ 23,232 બોટલો (892 પેટી) સાથે અંદાજે ₹1.08 કરોડનો દારૂ, તેમજ કન્ટેનર સહિત કુલ ₹1.28 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ડ્રાઇવર મંગીરામ નિહાલસિંહ જાતની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.