અમદાવાદના વ્યસ્ત કાલુપુર વિસ્તારના પાંચકુવા રેવડી બજાર માર્કેટમાં બુધવારે અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં 5થી 6 દુકાનો ઝપેટમાં આવી ગઈ હતી, જેના કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ કાપડના મોટા જથ્થાને કારણે મિલકતને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આગ લાગવાનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 9 ગાડીઓ દોડી