Advertisement

અમદાવાદના એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ મતગણતરી કેન્દ્ર પર બબાલ

અમદાવાદના એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ મતગણતરી કેન્દ્ર પર બબાલ

અમદાવાદના એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવેલા મતગણતરી કેન્દ્ર પર તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું, જ્યાં પોલીસ અને રાજકીય પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. માહિતી મુજબ ભાજપના બુથ એજન્ટ પ્રવણસિંહ ડોડિયા અને પોલીસ અધિકારી વચ્ચે કોઈ મુદ્દે ચકમક સર્જાઈ હતી. આ દરમિયાન પોલીસ દ્વારા પ્રવણસિંહ ડોડિયાને લાફો મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે સ્થળ પર સ્થિતિ થોડી વાર માટે તંગ બની ગઈ હતી. જોકે, બાદમાં પરિસ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી હતી અને મતગણતરી પ્રક્રિયા યથાવત ચાલુ રાખવામાં આવી છે.

Advertisement