Advertisement

અમદાવાદમાં પોલીસનો નશો ચડ્યો! હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં લારીવાળાને માર્યો, લોકોએ જ પોલીસને લમધાર્યો

અમદાવાદમાં પોલીસનો નશો ચડ્યો! હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં લારીવાળાને માર્યો, લોકોએ જ પોલીસને લમધાર્યો

  1.  અમદાવાદ ગ્રામ્યમાં પોલીસની ફરી એક શરમજનક હરકત સામે આવી છે, જેમાં કણભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દીપક ડામોરે નશાની હાલતમાં કુહા ગામે ફાસ્ટ ફૂડની લારી પર ધમાલ મચાવી લારીવાળાને માર માર્યો હતો.
  2. ઘટનાથી ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ નશામાં ધૂત પોલીસકર્મીને જ લમધારી દીધો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે હંગામો મચ્યો હતો.
  3. બાદમાં તેની કારમાંથી દારૂની ભરેલી અને ખાલી બોટલો મળી આવતા મામલો વધુ ગંભીર બન્યો અને 112 પોલીસ ટીમને બોલાવી કાર્યવાહી કરવામાં આવી હતી.
  4. પોલીસે હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ પ્રોહીબિશન અને મારામારીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે અગાઉ પણ અમદાવાદ ગ્રામ્ય પોલીસના વર્તનને લઈને વિવાદો સામે આવી ચૂક્યા છે.

Advertisement