Advertisement

અમદાવાદમાં પાર્ક કરેલી કારમાંથી સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

અમદાવાદમાં પાર્ક કરેલી કારમાંથી સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જેમાં એલ.જે. કોલેજ પાસે અવાવરું જગ્યાએ પાર્ક કરેલી કારમાંથી પુરુષનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, કારમાંથી મળેલો મૃતદેહ ડી-કમ્પોઝ થયેલી હાલતમાં હતો, જેના કારણે મૃત્યુને લઈ અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતા જ સરખેજ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પ્રાથમિક રીતે અકસ્માતે મોત નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

હાલ પોલીસ દ્વારા મૃતકની ઓળખ, મોતનું કારણ અને સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે તપાસ ચાલી રહી છે. આ બનાવને લઈને શહેરમાં ફરી એક વખત સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને ચર્ચાઓ તેજ બની છે.

Advertisement