અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ! 24 કલાકમાં સરખેજમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ! 24 કલાકમાં સરખેજમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ, શહેરના સાઉથ વેસ્ટ ઝોનમાં સૌથી વધુ મેઘમહેર જોવા મળી છે.

સૌથી વધુ વરસાદ સરખેજ અર્બન હેલ્થ વિસ્તારમાં 103.5 મિલીમીટર, એટલે કે અંદાજે 4.07 ઇંચ નોંધાયો છે. જ્યારે બીજા ક્રમે સરખેજમાં 65 મિલીમીટર, એટલે કે લગભગ 2.56 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત બોપલમાં 14 મિલીમીટર, લાંભામાં 10.5 મિલીમીટર, ઇન્દ્રપુરીમાં 6 મિલીમીટર, બાકરોલમાં 4.5 મિલીમીટર, તેમજ જોધપુર ઝોનલ, વટવા, રામોલ અને જોધપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. તેથી નાગરિકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે.