અમદાવાદમાં એક અઠવાડિયામાં લવ જેહાદ સંબંધિત ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાતા શહેરમાં ચકચાર મચી છે. વાસણા વિસ્તારમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી ખોટી ઓળખ અને નકલી આધારકાર્ડ બનાવી હોટલમાં લઈ જવાની કોશિશના મામલે પોલીસે પોક્સો અને છેતરપિંડી હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. બીજી તરફ સોલા વિસ્તારમાં સગીરાને ફોટા-વીડિયો દ્વારા બ્લેકમેલ કરવાની ઘટના સામે આવી છે, જેમાં પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર બનાવોએ શહેરમાં સુરક્ષા અને આવા ગુનાઓ પ્રત્યે ચિંતા વધારી છે, જ્યારે પોલીસે તમામ કેસમાં તપાસ તેજ બનાવી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદમાં લવ જેહાદના કેસોમાં વધારો! એક અઠવાડિયામાં 3 ફરિયાદ, પોલીસે ઝડપી કાર્યવાહી