Advertisement

અમદાવાદમાં કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાનો કહેર, ખેડૂતોનો પાક પલળ્યો

અમદાવાદમાં કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાનો કહેર, ખેડૂતોનો પાક પલળ્યો

1️⃣ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. બાવળા, ધોળકા, સાણંદ અને ભાલ પંથકમાં તૈયાર થયેલા રવિ પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો પર આફત તૂટી પડી છે.

2️⃣ ખાસ કરીને ધંધુકા અને ધોલેરા વિસ્તારમાં ઘઉં અને ચણાના પાકની કાપણી ચાલી રહી હતી ત્યારે અચાનક આવેલા પવન અને વરસાદે કાપેલો પાક પલાળી નાખ્યો છે, જ્યારે ઉભો પાક પણ આડો પડી ગયો છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

3️⃣ માત્ર રવિ પાક જ નહીં પરંતુ સાણંદ, બાવળા અને ધોળકા વિસ્તારમાં ઉનાળુ ડાંગર સહિત અન્ય પાકોને પણ ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

4️⃣ પલળેલા પાકની ગુણવત્તા બગડતા માર્કેટમાં યોગ્ય ભાવ નહીં મળે તેવી ભીતિ છે, જેના કારણે ખેડૂતો પર આર્થિક સંકટ અને દેવાનું બોજું વધવાની શક્યતા ઊભી થઈ છે.

5️⃣ હાલ ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે, યોગ્ય વળતર અને પલળેલા પાકને ટેકાના ભાવે ખરીદવાની માંગ કરી રહ્યા છે, જેથી આ કુદરતી આફતમાંથી રાહત મળી શકે.

Advertisement