અમદાવાદમાં હવે હોટેલના કિચનમાં ‘કાચની પોલ’ ખુલશે!
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે કામના સમાચાર!
હવે હોટેલમાં બેસીને માત્ર જમવાનું જ નહીં, પરંતુ તમારું જમવાનું બને છે કેવી રીતે એ પણ જોઈ શકશો!
AMC કમિશનરે હોટેલ એસોસિયેશન સાથેની બેઠક બાદ એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે હોટેલના કિચનને પારદર્શક કાચથી બનાવવાની દિશામાં ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ગ્રાહકોને કિચનની સ્વચ્છતા અને ખોરાક બનાવવાની પ્રક્રિયા નજર સામે જોવા મળે.
અર્થાત્, કિચનના બંધ દરવાજા પાછળ શું ચાલી રહ્યું છે એ હવે રહસ્ય નહીં રહે!
સ્વચ્છતા કેવી છે, કર્મચારીઓ કેવી રીતે ખોરાક બનાવે છે અને કિચનની સ્થિતિ કેવી છે—ગ્રાહક પોતાની આંખે જોઈ શકશે.
ખાસ વાત એ છે કે પારદર્શક કિચન બનાવનાર હોટેલને મોંઘા CCTV લગાવવાની જરૂરિયાતમાં પણ રાહત મળી શકે છે.
એટલે હવે અમદાવાદની હોટેલમાં ‘વિશ્વાસ’ માત્ર સ્વાદથી નહીં, પરંતુ કાચની આરપારથી પણ દેખાશે!