1. ડબલ કનેક્શનનો મોટો ખુલાસો
અમદાવાદમાં અંદાજે 2.5 થી 3 લાખ લોકો પાસે LPG અને PNG બંને કનેક્શન હોવાની શક્યતા સામે આવી છે, જે તંત્ર માટે ચિંતા જનક છે.
2. PNG હોવા છતાં LPG સરીન્ડર નહીં
શહેરના 60-70% વિસ્તારમાં PNG લાઈન હોવા છતાં લોકો LPG કનેક્શન બંધ કરતા નથી, જેના કારણે ડબલ કનેક્શનનો પ્રશ્ન વધ્યો છે.
3. ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ધંધો
ઘરેલું LPG સિલિન્ડરમાંથી ગેસ કાઢીને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરવાની બ્લેક માર્કેટિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ તેજ બની છે.
4. કોમર્શિયલ ગેસની અછત
મધ્ય પૂર્વના તણાવને કારણે કોમર્શિયલ ગેસ પર 60% સુધીનો કાપ મૂકાયો છે, જેના કારણે બજારમાં ભારે અછત ઉભી થઈ છે.
5. કાળા બજારમાં વધેલા ભાવ
₹1900નો કોમર્શિયલ સિલિન્ડર હવે ₹4500થી ₹5000માં વેચાઈ રહ્યો છે, જ્યારે ઘરેલું ગેસમાંથી ભરવાથી ખર્ચ માત્ર ₹1250 જેટલો પડે છે.
6. પુરવઠા વિભાગ પર સવાલો
આ સમગ્ર ગેરકાયદેસર કારોબાર છતાં તંત્ર તરફથી અસરકારક કાર્યવાહી ન થતા પુરવઠા વિભાગની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે.
7. ગ્રાહકો સાથે છેતરપિંડીની ભીતિ
ઘરેલું સિલિન્ડરમાંથી ગેસ કાઢવાના કારણે સામાન્ય ગ્રાહકોને પૂર્ણ ગેસ ન મળવાની શક્યતા ઉભી થઈ છે, જે ગંભીર મુદ્દો છે.