અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર આવેલા 'VinViks' કેફેની આડમાં ચાલતા ગેરકાયદે હુક્કાબાર પર સાબરમતી પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. હર્બલ ફ્લેવરના નામે નિકોટીનયુક્ત ફ્લેવરથી ગ્રાહકોને હુક્કો પીરસાતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે કેફે સંચાલક વિનીત રાઠોડ સહિત હુક્કાની મજા માણી રહેલા ગ્રાહકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સંચાલકને રંગેહાથ ઝડપી લીધો હતો. સર્ચ દરમિયાન 2 હુક્કા, 9 ફ્લેવર્ડ તમાકુના ડબ્બા, ચિલમ, સિલ્વર ફોઈલ, કોલસા અને નળીઓ સહિત કુલ ₹37,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.