અમદાવાદમાં LPGથી PNG તરફ મોટાપાયે પરિવર્તનની તૈયારી ચાલી રહી છે, જેમાં શહેરના અંદાજે 12 લાખ LPG કનેક્શનમાંથી મોટાભાગના કનેક્શન PNGમાં બદલવામાં આવશે. સરકાર દ્વારા આગામી ત્રણ મહિનામાં PNG નેટવર્ક ધરાવતા વિસ્તારોને LPG મુક્ત બનાવવા માટે પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે, જેના કારણે અમદાવાદ ધીમે ધીમે PNG સિટી બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ LPG પરની નિર્ભરતા ઘટાડીને પાઇપલાઇન દ્વારા સતત અને સરળ ગેસ સપ્લાય ઉપલબ્ધ કરાવવાનો છે. શહેરના અનેક વિસ્તારોમાં પહેલેથી PNG નેટવર્ક મજબૂત છે અને જ્યાં PNG ઉપલબ્ધ હોવા છતાં LPG વપરાશ થાય છે, ત્યાં LPG કનેક્શન રદ કરવાની ઝુંબેશ પણ હાથ ધરાશે.