Advertisement

અમદાવાદ શહેર પોલીસને મળ્યા 54 નવા PI, જ્યારે 13 ની કરાઈ આંતરિક બદલી

અમદાવાદ શહેર પોલીસને મળ્યા 54 નવા PI, જ્યારે 13 ની કરાઈ આંતરિક બદલી

અમદાવાદ: શહેરના પોલીસ બેડામાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી, તે પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ની બદલી અને પોસ્ટિંગની પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કુલ 67 PIની બદલીના આદેશ કરવામાં આવ્યા છે, જેમાં શહેરમાં જ ફરજ બજાવતા 13 અધિકારીઓની આંતરિક બદલી થઈ છે, જ્યારે અન્ય જિલ્લાઓ કે એકમોમાંથી આવેલા 54 PIને નવા પોસ્ટિંગ ફાળવવામાં આવ્યા છે. આ બદલી પ્રક્રિયામાં વર્ષોથી ચાલતી ભલામણ પ્રથા પર પૂર્ણવિરામ મુકાતા પોલીસ આલમમાં ભારે ચર્ચા જાગી છે.


આ વખતની બદલી પ્રક્રિયાની સૌથી નોંધપાત્ર બાબત કમિશનર કચેરીનું કડક અને પારદર્શક વલણ રહ્યું છે. અગાઉ જ્યારે પણ બદલીઓ થતી ત્યારે રાજકીય નેતાઓ અને વચેટિયાઓની ભલામણોનો રાફડો ફાટતો હતો, પરંતુ આ વખતે કમિશનર ઑફિસે કોઈ પણ પ્રકારના દબાણને વશ થયા વગર ભલામણ કરનારાઓને સ્પષ્ટ શબ્દોમાં ‘સોરી’ કહી દીધું છે. વહીવટદારોની ગોઠવણ આ વખતે બિલકુલ ચાલી નથી, જેના કારણે વર્ષોથી સક્રિય રહેલા વચેટિયાઓની સ્થિતિ કફોડી બની છે.


પોલીસ ઇન્સ્પેક્ટરોને પોસ્ટિંગ આપવા માટે આ વખતે કડક માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા હતા. અધિકારીનો પાછલો ટ્રેક રેકોર્ડ, અત્યાર સુધી મેળવેલા રિવોર્ડ્સ અને સર્વિસ દરમિયાનની તેમની વર્તણૂકને મુખ્ય આધાર બનાવવામાં આવ્યો હતો. ખાસ કરીને અધિકારીના કોન્ફિડેન્શિયલ રિપોર્ટ (CR) ની ઝીણવટભરી તપાસ કર્યા બાદ જ નિષ્પક્ષ રીતે પોસ્ટિંગના ઓર્ડર કરવામાં આવ્યા છે. યોગ્યતાના આધારે પોસ્ટિંગ મળતા પ્રામાણિક અધિકારીઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.


બીજી તરફ, વિવાદિત છબી ધરાવતા અથવા નબળી કામગીરી કરનારા અધિકારીઓ સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. જે અધિકારીઓ ભૂતકાળમાં વિવાદોમાં સપડાયા હોય તેમને મહત્ત્વના પોલીસ સ્ટેશનોને બદલે કંટ્રોલ રૂમ કે ટ્રાફિક વિભાગ જેવા ‘સાઇડ પોસ્ટિંગ’ માં મૂકી દેવાયા છે. તેની સામે નારોલ, નરોડા, વટવા, બોડકદેવ અને નવરંગપુરા જેવા અતિ મહત્વના પોલીસ મથકો, જે લાંબા સમયથી ઇન્ચાર્જ PI થી ચાલતા હતા, ત્યાં હવે કાયમી અને સક્ષમ અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે.


વચેટિયાઓની ભૂમિકા ખતમ થતા હવે પોલીસના મનોબળમાં વધારો થશે તેવું મનાઈ રહ્યું છે. અગાઉ વચેટિયાઓ પોતાની પસંદગીના PIને ચોક્કસ સ્ટેશનમાં ગોઠવતા હતા, જેના કારણે અધિકારીઓએ તેમની મરજી મુજબ કામ કરવું પડતું હતું. આ પ્રથાને કારણે ખાતાની છબી ખરડાતી હતી, પરંતુ હવે સીધી મેરિટના આધારે પોસ્ટિંગ થતા અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તેવી શક્યતા છે.



આંતરિક બદલી કરાયેલા 13 PIની યાદી


 ૧. શ્રી એસ.આર. ઝાલા

  • હાલની ફરજનું સ્થળ: સાયબર ક્રાઇમ

  • બદલીનું સ્થળ: ગા.હવેલી-૧

૨. શ્રી એસ.એમ. ચૌધરી

  • હાલની ફરજનું સ્થળ: E.O.W.

  • બદલીનું સ્થળ: રખિયાલ

૩. સુ.શ્રી જી.એમ. ચૌધરી

  • હાલની ફરજનું સ્થળ: સા.રી.વેસ્ટ

  • બદલીનું સ્થળ: વસ્ત્રાપુર

૪. શ્રી વી.એસ. વાઘેલા

  • હાલની ફરજનું સ્થળ: નિકોલ

  • બદલીનું સ્થળ: કારંજ

૫. શ્રી એસ.એ. દેસાઈ

  • હાલની ફરજનું સ્થળ: E.O.W.

  • બદલીનું સ્થળ: નિકોલ

૬. શ્રી એ.એ. વછેટા

  • હાલની ફરજનું સ્થળ: સી.પી.રીડર

  • બદલીનું સ્થળ: વટવા-૧

૭. શ્રી એચ.ડી. સોઢા

  • હાલની ફરજનું સ્થળ: વટવા-II

  • બદલીનું સ્થળ: એન-ટ્રાફિક

૮. સુ.શ્રી જે.પી. ચૌધરી

  • હાલની ફરજનું સ્થળ: વિશેષ શાખા

  • બદલીનું સ્થળ: સા.રી.વેસ્ટ

૯. સુ.શ્રી એન.બી. કલસરિયા

  • હાલની ફરજનું સ્થળ: સરદાનગર-II

  • બદલીનું સ્થળ: મહિલા વેસ્ટ

૧૦. શ્રી એન.એ. દેસાઈ

  • હાલની ફરજનું સ્થળ: એ-ટ્રાફિક

  • બદલીનું સ્થળ: નવરંગપુરા

૧૧. શ્રી આર.આર. ગઢવી

  • હાલની ફરજનું સ્થળ: I.U.C.A.W.

  • બદલીનું સ્થળ: E.O.W.

૧૨. શ્રી વી.આર. ડાંગર

  • હાલની ફરજનું સ્થળ: વાડજ

  • બદલીનું સ્થળ: SC/ST - I

૧૩. શ્રી પી.બી. ખાંભલા

  • હાલની ફરજનું સ્થળ: શાહપુર

  • બદલીનું સ્થળ: બોડકદેવ



બહારથી આવેલા 54 PIની યાદી




 ૧. શ્રી આર.એસ. પટેલ

  • ક્યાંથી બદલાઈને આવેલ: જૂનાગઢ

  • નિમણૂંકનું સ્થળ: બી-ટ્રાફિક

૨. શ્રી ઝેડ.એન. ઘાસુરા

  • ક્યાંથી બદલાઈને આવેલ: વડોદરા શહેર

  • નિમણૂંકનું સ્થળ: માધવપુરા

૩. શ્રી પી.પી. વાઘેલા

  • ક્યાંથી બદલાઈને આવેલ: સાબરકાંઠા

  • નિમણૂંકનું સ્થળ: સાયબર ક્રાઇમ

૪. શ્રી એ.બી. મોરી

  • ક્યાંથી બદલાઈને આવેલ: વડોદરા શહેર

  • નિમણૂંકનું સ્થળ: એ-ટ્રાફિક

૫. સુ.શ્રી ડી.કે. ઠાકર

  • ક્યાંથી બદલાઈને આવેલ: મહીસાગર

  • નિમણૂંકનું સ્થળ: ક્રાઇમ બ્રાન્ચ

૬. શ્રી એન.આર. મકવાણા

  • ક્યાંથી બદલાઈને આવેલ: મોરબી

  • નિમણૂંકનું સ્થળ: વિશેષ શાખા

૭. શ્રી જે.જે. ચાવડા

  • ક્યાંથી બદલાઈને આવેલ: જામનગર

  • નિમણૂંકનું સ્થળ: I.U.C.A.W.

૮. શ્રી બી.એમ. ચૌધરી

  • ક્યાંથી બદલાઈને આવેલ: સી.આઈ.ડી. ક્રાઇમ

  • નિમણૂંકનું સ્થળ: A.H.T.U.

૯. શ્રી કે.કે. ડીંડોર

  • ક્યાંથી બદલાઈને આવેલ: મહીસાગર

  • નિમણૂંકનું સ્થળ: ક્રાઇમ બ્રાન્ચ

૧૦. શ્રી વી.એમ. લગારીયા

  • ક્યાંથી બદલાઈને આવેલ: જામનગર

  • નિમણૂંકનું સ્થળ: ખાડીયા

૧૧. શ્રી એ.ડી. ચાવડા (અમિતસિંહ દિલીપસિંહ ચાવડા)

  • ક્યાંથી બદલાઈને આવેલ: સુરત ગ્રામ્ય

  • નિમણૂંકનું સ્થળ: સાયબર ક્રાઇમ

૧૨. શ્રી પી.આર. વાઘેલા

  • ક્યાંથી બદલાઈને આવેલ: ભરૂચ

  • નિમણૂંકનું સ્થળ: વિશેષ શાખા

૧૩. સુ.શ્રી એ.પી. ચૌધરી

  • ક્યાંથી બદલાઈને આવેલ: જૂનાગઢ વિભાગ

  • નિમણૂંકનું સ્થળ: અમરાઈવાડી-II

૧૪. શ્રી એસ.ડી. સિસોદીયા

  • ક્યાંથી બદલાઈને આવેલ: કચ્છ-પૂર્વ, ગાંધીધામ

  • નિમણૂંકનું સ્થળ: E.O.W.

૧૫. શ્રી એમ.એન. બુબડીયા

  • ક્યાંથી બદલાઈને આવેલ: વલસાડ

  • નિમણૂંકનું સ્થળ: સોલા- II


 ૧૬. શ્રીમતી બી.પી. ભેટારીયા

  • ક્યાંથી બદલાઈને આવેલ: માનવ અધિકાર આયોગ

  • નિમણૂંકનું સ્થળ: પાલડી

૧૭. શ્રી વી.કે. ગઢવી

  • ક્યાંથી બદલાઈને આવેલ: ડાંગ-આહવા

  • નિમણૂંકનું સ્થળ: શાહપુર

૧૮. શ્રી સી.બી. ચૌહાણ

  • ક્યાંથી બદલાઈને આવેલ: સુરત ગ્રામ્ય

  • નિમણૂંકનું સ્થળ: S.O.G.

૧૯. શ્રી કે.કે. ઝાલા

  • ક્યાંથી બદલાઈને આવેલ: ખેડા

  • નિમણૂંકનું સ્થળ: સી.પી.રીડર

૨૦. શ્રી સી.વી. નાયક

  • ક્યાંથી બદલાઈને આવેલ: પોરબંદર

  • નિમણૂંકનું સ્થળ: નરોડા

૨૧. શ્રી વી.કે. ભુતિયા

  • ક્યાંથી બદલાઈને આવેલ: ભરૂચ

  • નિમણૂંકનું સ્થળ: ચાંદખેડા- II

૨૨. શ્રી એન.એન. પારગી

  • ક્યાંથી બદલાઈને આવેલ: અમદાવાદ ગ્રામ્ય

  • નિમણૂંકનું સ્થળ: કંટ્રોલરૂમ

૨૩. શ્રી આર.ટી. ઉદાવત

  • ક્યાંથી બદલાઈને આવેલ: સાબરકાંઠા

  • નિમણૂંકનું સ્થળ: કંટ્રોલરૂમ

૨૪. શ્રી એસ.એન. ચુડાસમા

  • ક્યાંથી બદલાઈને આવેલ: કચ્છ-પશ્ચિમ, ભુજ

  • નિમણૂંકનું સ્થળ: S.O.G.

૨૫. શ્રી એ.ડી. ચાવડા (અરવિંદ દેવાભાઈ ચાવડા)

  • ક્યાંથી બદલાઈને આવેલ: અમરેલી

  • નિમણૂંકનું સ્થળ: એરપોર્ટ- I

૨૬. શ્રી જે.કે. રાઠોડ

  • ક્યાંથી બદલાઈને આવેલ: સાબરકાંઠા

  • નિમણૂંકનું સ્થળ: SC/ST- II

૨૭. શ્રી એસ.એસ. મોદી

  • ક્યાંથી બદલાઈને આવેલ: સી.આઈ.ડી. ક્રાઇમ

  • નિમણૂંકનું સ્થળ: જે.સી.પી. ટ્રાફિક રીડર

૨૮. શ્રી જી.વી. ગોહિલ

  • ક્યાંથી બદલાઈને આવેલ: વડોદરા વિભાગ

  • નિમણૂંકનું સ્થળ: દરિયાપુર

૨૯. શ્રી આર.એ. પટેલ

  • ક્યાંથી બદલાઈને આવેલ: પંચમહાલ

  • નિમણૂંકનું સ્થળ: એસ.જી.૦૨ ટ્રાફિક

૩૦. શ્રી જે.પી. જાડેજા (જયપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા)

  • ક્યાંથી બદલાઈને આવેલ: ગાંધીનગર

  • નિમણૂંકનું સ્થળ: મણીનગર

૩૧. શ્રી જે.બી. અગ્રાવત

  • ક્યાંથી બદલાઈને આવેલ: ઇન્ટેલીજન્સ

  • નિમણૂંકનું સ્થળ: નારોલ- I

૩૨. શ્રી પી.ડી. સોલંકી

  • ક્યાંથી બદલાઈને આવેલ: પાટણ

  • નિમણૂંકનું સ્થળ: S.O.G.

૩૩. શ્રી એમ.કે. ચૌધરી

  • ક્યાંથી બદલાઈને આવેલ: નર્મદા

  • નિમણૂંકનું સ્થળ: કંટ્રોલરૂમ

૩૪. શ્રી એમ.આર. ચૌધરી

  • ક્યાંથી બદલાઈને આવેલ: વડોદરા ગ્રામ્ય

  • નિમણૂંકનું સ્થળ: રામોલ- II

૩૫. શ્રી ડી.કે. વાઘેલા

  • ક્યાંથી બદલાઈને આવેલ: અમરેલી

  • નિમણૂંકનું સ્થળ: મીસીંગ સેલ

૩૬. શ્રી એમ.એ. સુમરા

  • ક્યાંથી બદલાઈને આવેલ: તાપી

  • નિમણૂંકનું સ્થળ: E.O.W.

૩૭. શ્રી પી.જે. પંડ્યા

  • ક્યાંથી બદલાઈને આવેલ: નર્મદા

  • નિમણૂંકનું સ્થળ: ઘાટલોડીયા

૩૮. શ્રી બી.આર. રબારી

  • ક્યાંથી બદલાઈને આવેલ: સુરત શહેર

  • નિમણૂંકનું સ્થળ: રાણીપ

૩૯. શ્રી એ.આર. ચૌધરી

  • ક્યાંથી બદલાઈને આવેલ: ખેડા

  • નિમણૂંકનું સ્થળ: નારોલ- II

૪૦. શ્રી બી.જે. સરવૈયા

  • ક્યાંથી બદલાઈને આવેલ: દેવભૂમિ-દ્વારકા

  • નિમણૂંકનું સ્થળ: જી-ટ્રાફિક

૪૧. શ્રી બી.પી. રજયા

  • ક્યાંથી બદલાઈને આવેલ: રાજકોટ શહેર

  • નિમણૂંકનું સ્થળ: સા.રી.ઇસ્ટ

 ૪૨. શ્રી આર.એસ. ઠાકર

  • ક્યાંથી બદલાઈને આવેલ: વડોદરા શહેર

  • નિમણૂંકનું સ્થળ: કોર્ટ મેનેજમેન્ટ

૪૩. શ્રી કે.આર. સકસેના

  • ક્યાંથી બદલાઈને આવેલ: એ.સી.બી.

  • નિમણૂંકનું સ્થળ: નારણપુરા

૪૪. શ્રી ડી.એસ. વાઢેર

  • ક્યાંથી બદલાઈને આવેલ: છોટાઉદેપુર

  • નિમણૂંકનું સ્થળ: E.O.W.

૪૫. શ્રી એન.આર. વાઘેલા

  • ક્યાંથી બદલાઈને આવેલ: મહેસાણા

  • નિમણૂંકનું સ્થળ: ટ્રાફિક-વહીવટ

૪૬. શ્રી આર.આર. સાળવી

  • ક્યાંથી બદલાઈને આવેલ: આણંદ

  • નિમણૂંકનું સ્થળ: કંટ્રોલરૂમ

૪૭. શ્રી કે.ડી. ગોહિલ

  • ક્યાંથી બદલાઈને આવેલ: અરવલ્લી

  • નિમણૂંકનું સ્થળ: S.O.G.

૪૮. શ્રી એચ.પી. ગરાસીયા

  • ક્યાંથી બદલાઈને આવેલ: અરવલ્લી

  • નિમણૂંકનું સ્થળ: વાડજ

૪૯. શ્રી એચ.આર. બ્રહ્મભટ્ટ

  • ક્યાંથી બદલાઈને આવેલ: આણંદ

  • નિમણૂંકનું સ્થળ: ટ્રાફિક-પ્લાનીંગ

૫૦. શ્રી વી.આર. ખેર

  • ક્યાંથી બદલાઈને આવેલ: ગાંધીનગર

  • નિમણૂંકનું સ્થળ: વિશેષ શાખા


 ૧. શ્રી એ.પી. જેબલીયા

  • ક્યાંથી બદલાઈને આવેલ: સુરત શહેર

  • નિમણૂંકનું સ્થળ: ક્રાઇમ બ્રાન્ચ

૨. શ્રી પી.એમ. ધાખડા

  • ક્યાંથી બદલાઈને આવેલ: વડોદરા શહેર

  • નિમણૂંકનું સ્થળ: ક્રાઇમ બ્રાન્ચ

૩. શ્રીમતી એસ.બી. ચૌધરી

  • ક્યાંથી બદલાઈને આવેલ: એસ.સી.આર.બી.

  • નિમણૂંકનું સ્થળ: મહિલા ઇસ્ટ

૪. શ્રી એ.બી. ભટ્ટ

  • ક્યાંથી બદલાઈને આવેલ: બનાસકાંઠા

  • નિમણૂંકનું સ્થળ: S.O.G.







Advertisement