અમદાવાદ-સૌરાષ્ટ્ર રૂટ પર મોટી અસર! બગોદરા-સનાથલ હાઈવે બંને બાજુ બંધ, મુસાફરો માટે અગત્યની સૂચના.

અમદાવાદ-સૌરાષ્ટ્ર રૂટ પર મોટી અસર! બગોદરા-સનાથલ હાઈવે બંને બાજુ બંધ, મુસાફરો માટે અગત્યની સૂચના.

અમદાવાદમાં સતત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. ચાંગોદર નજીક અમદાવાદ-રાજકોટ હાઈવે પર 6થી 7 ફૂટ સુધી પાણી ભરાતા અનેક વાહનો ફસાઈ ગયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બગોદરાથી સનાથલ સુધીનો હાઈવે બંને બાજુથી કામચલાઉ બંધ કરવામાં આવ્યો છે.

પોલીસ તંત્રએ મુસાફરો માટે વૈકલ્પિક માર્ગ જાહેર કર્યો છે. બગોદરાથી વેજલકા થઈ એક્સપ્રેસવે અને એસ.પી. રિંગ રોડ તરફ તેમજ અમદાવાદથી રાજકોટ જતાં વાહનો માટે સનાથલ સર્કલથી એક્સપ્રેસવે મારફતે રૂટ સૂચવવામાં આવ્યો છે. પાણી ઓસર્યા બાદ જ હાઈવે પર વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવશે.