Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી કાર્યવાહી, BU પરમિશન વિના ચાલતી 9 હોસ્પિટલો સીલ, જુઓ લિસ્ટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી કાર્યવાહી, BU પરમિશન વિના ચાલતી 9 હોસ્પિટલો સીલ, જુઓ લિસ્ટ

AMC દ્વારા જાહેર સલામતી અને નિયમનું પાલનના કરતી હોસ્પિટલ સામે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. BU પરવાનગી મેળવ્યા વિના વપરાશ ચાલુ રાખનાર કુલ 9 હોસ્પિટલોને સવારે સીલ કરી દેવામાં આવી છે. આ હોસ્પિટલોને અગાઉ નોટિસ અને મૌખિક સૂચનાઓ આપવા છતાં નિયમિતતા ન કરાવતાં AMCએ આ પગલું ભર્યું છે.

AMCના દક્ષિણ પશ્ચિમ ઝોનના હદ વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલોને બાંધકામની નિયમાનુસાર BU મેળવી લેવા તેમજ ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ-2022 (GRUDA-2022) હેઠળ બાંધકામ નિયમિત કરાવી લેવા માટે અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત, કોર્પોરેશન દ્વારા વારંવાર મૌખિક સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

જોકે, આ હોસ્પિટલોના સંચાલકો દ્વારા વપરાશ પરવાનગી મેળવી લીધી હોય કે બાંધકામ નિયમિત કરાવી લીધું હોય તે અંગેના કોઈ અધિકૃત પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા અને તેમ છતાં તેઓ દ્વારા હોસ્પિટલનો વપરાશ ચાલુ રાખવામાં આવ્યો હતો. આ બેદરકારીને કારણે અને જાહેર સલામતીના ભાગરૂપે, AMC દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે આ 9હો સ્પિટલોને આજે સીલ કરવામાં આવી છે.

આજે સવારે સીલ કરવામાં આવેલી 9 હોસ્પિટલોમાં સરખેજ, મક્તમપુરા, જુહાપુરા અને સાઉથ બોપલ વિસ્તારનો સમાવેશ થાય છે. મુખ્યત્વે મક્તમપુરા અને જોધપુર-2 વિસ્તારની હોસ્પિટલો પર તવાઈ આવી છે.

33-સરખેજદેવપુષ્પ મેટરનીટી  એન્ડ નર્સિંગ હોમ, ગજરાજ કોમ્પ્લેક્ષ, સરખેજ34-મક્તમપુરામુસ્કાન મેટરનીટી હોમ, ગુલમોહર સોસાયટી, મક્તમપુરા34-મક્તમપુરાનૌશીન હોસ્પિટલ, મક્તમપુરા34-મક્તમપુરારિયાઝ હોસ્પિટલ, રોયલ અકબર ટાવર પાસે, જુહાપુરા34-મક્તમપુરાહેપ્પીનેસ્ટ ચીલ્ડ્રન હોસ્પિટલ, યુનીડ ફ્લેટ, વિશાલા સર્કલજોધપુર-2સફલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સાઉથ બોપલજોધપુર-2મમતા હોસ્પિટલ, સાઉથ બોપલજોધપુર-2આસના ઓર્થોપેડીક હોસ્પિટલ, સાઉથ બોપલજોધપુર-2દ્વારિકા હોસ્પિટલ, સાઉથ બોપલ
Advertisement