Advertisement

અમદાવાદ: ગેસ સિલિન્ડર ન મળતા સ્વામિનારાયણ ભોજનાલયમાં રસોડા બંધ, ભક્તોમાં ચિંતા

અમદાવાદ: ગેસ સિલિન્ડર ન મળતા સ્વામિનારાયણ ભોજનાલયમાં રસોડા બંધ, ભક્તોમાં ચિંતા

અમદાવાદ: દેશમાં સર્જાયેલી ગેસ સિલિન્ડરની કટોકટીની સીધી અસર હવે ધાર્મિક સંસ્થાઓ પર પણ જોવા મળી રહી છે. અમદાવાદના મણિનગર સ્થિત સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ ભોજનાલયમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે તંત્ર દ્વારા તેને અનિશ્ચિતકાળ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. દરરોજ હજારો ભક્તો અને જરૂરિયાતમંદો જ્યાં ભોજન લેતા હતા, તે ભોજનાલય બંધ થતા ભક્તોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. સંચાલકોના જણાવ્યા અનુસાર, સિલિન્ડરનો પુરવઠો નિયમિત ન થાય ત્યાં સુધી રસોડું શરૂ કરવું શક્ય નથી.

Advertisement