આણંદ તાલુકાની ગોપાલપુરા પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય સ્તરે ગૌરવ મેળવ્યું છે. વર્ષ 2026 માટેના પ્રતિષ્ઠિત “EarthWise Awards for Schools”માં શાળાને વિજેતા તરીકે પસંદ કરવામાં આવી છે, જે સમગ્ર જિલ્લામાં ગર્વની લાગણી પેદા કરે છે.
આ એવોર્ડ Jane Goodall Institute India (JGII) દ્વારા “Roots & Shoots” કાર્યક્રમ હેઠળ, Vikram A Sarabhai Community Science Centreના સહયોગથી અને Salesforceના સપોર્ટથી આપવામાં આવે છે. દેશભરની માત્ર 20 શાળાઓમાં ગોપાલપુરા પ્રાથમિક શાળાનો સમાવેશ થવો વિશેષ સિદ્ધિ ગણાય છે.
શાળાના આચાર્ય શૈલીનબેન ડાભીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, નવીનતા અને જવાબદારી વિકસાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. પર્યાવરણ જતન અને સ્થિર વિકાસ માટેના શાળાના કાર્યને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી છે.
આ એવોર્ડ હેઠળ શાળાને “Hope Through Science” રિસોર્સ બોક્સ, મફત ટીચર્સ ટ્રેનિંગ અને સન્માન પ્રમાણપત્ર જેવી સુવિધાઓ મળશે. આ સિદ્ધિ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસો તથા “પ્લાસ્ટિક મુક્ત ગોપાલપુરા” અભિયાનની સફળતાનું પ્રતિબિંબ છે.