આણંદના તારાપુર તાલુકામાં 500થી 700 વીઘા જમીનમાં ડાંગરનો પાક વરસાદી પાણીમાં ડૂબી જતાં ખેડૂતો પર આર્થિક સંકટ ઊભું થયું છે.

આણંદના તારાપુર તાલુકામાં 500થી 700 વીઘા જમીનમાં ડાંગરનો પાક વરસાદી પાણીમાં ડૂબી જતાં ખેડૂતો પર આર્થિક સંકટ ઊભું થયું છે.

રસ્તો ઊંચો થયો... અને ખેડૂતોની મહેનત પાણીમાં ગરકાવ થઈ ગઈ!

આણંદના તારાપુર તાલુકામાં 500થી 700 વીઘા જમીનમાં ડાંગરનો પાક વરસાદી પાણીમાં ડૂબી જતાં ખેડૂતો પર આર્થિક સંકટ ઊભું થયું છે.


બુધેજ, માલપુર અને ઉંટવાડા ગામની સીમમાં આ સ્થિતિ સર્જાઈ છે.

આક્ષેપ છે કે બુધેજ-ઉંટવાડા રોડ ઊંચો બનાવવામાં આવ્યો, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી ગરનાળા કે કલવર્ટની વ્યવસ્થા જ કરવામાં આવી નથી.


છેલ્લા બે વર્ષથી રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ હાલ માત્ર મેટલ-કપચી નાખવામાં આવી હોવાનું ખેડૂતોનું કહેવું છે.


હવે 14 સપ્ટેમ્બરે પડેલા આશરે 3 ઈંચ વરસાદનું પાણી રોડના કારણે ખેતરોમાં ભરાઈ ગયું અને ડાંગરનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થઈ ગયો.


ખેડૂતોની મુશ્કેલી અહીં પૂરી થતી નથી...


જુલાઈમાં પડેલા 15 ઈંચ વરસાદથી ડાંગરનું ધરૂ નિષ્ફળ ગયું હતું.

ત્યારબાદ લગભગ 40 દિવસના વરસાદી વિરામમાં ખેડૂતોએ પોતાના ખર્ચે સિંચાઈ કરીને ફરી પાક તૈયાર કર્યો.


પરંતુ હવે ફરી પાણી ભરાતાં ખેડૂતોની મહિનાઓની મહેનત અને મોંઘા બિયારણ-સિંચાઈનો ખર્ચ પાણીમાં જતો દેખાઈ રહ્યો છે.


ખેડૂતોના જણાવ્યા મુજબ, લગભગ 4 કિલોમીટર લાંબા બુધેજ-ઉંટવાડા રોડ પર એક પણ યોગ્ય કલવર્ટ કે નાળું નથી.

જેના કારણે માલપુરના છેવાડાના વિસ્તારો સુધી પાણી ભરાઈ ગયું છે અને પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ છે.


હવે ખેડૂતોનો સીધો સવાલ છે—

જો રસ્તો બનાવતી વખતે પાણીના નિકાલની વ્યવસ્થા જ નહીં થાય, તો આ રસ્તો ખેડૂતો માટે સુવિધા છે કે મુશ્કેલી?


ખેડૂતોની માંગ છે કે તંત્ર તાત્કાલિક પાણીનો નિકાલ કરાવે અને કાયમી ઉકેલ માટે રોડ પર જરૂરી કલવર્ટ અને નાળા બનાવે.


કારણ કે પાણી ખેતરમાં ભરાયું છે...

પણ ડૂબી રહી છે ખેડૂતોની આખા વર્ષની મહેનત!