આણંદ જિલ્લાના લોકશાહી ઉત્સવમાં લોકો સાથે નેતાઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ અવસરે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. તેમણે મતદાન મથકે પહોંચી સામાન્ય નાગરિકોની જેમ પોતાની વારીની રાહ જોઈ અને મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
સાંસદ મિતેશભાઈ પટેલે મતદાન કર્યા બાદ નાગરિકોને સંદેશ આપ્યો કે લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક મતદારએ પોતાનો મત અવશ્ય આપવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે મતદાન માત્ર અધિકાર નથી પરંતુ ફરજ પણ છે, અને વધુમાં વધુ લોકો મતદાનમાં જોડાય તે જરૂરી છે.