Advertisement

આણંદમાં સાંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 'દિશા' કમિટીની બેઠક યોજાઈ: સરકારી યોજનાઓનો લાભ દરેક નાગરિક સુધી પહોંચાડવા અધિકારીઓને અનુરોધ

આણંદમાં સાંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 'દિશા' કમિટીની બેઠક યોજાઈ: સરકારી યોજનાઓનો લાભ દરેક નાગરિક સુધી પહોંચાડવા અધિકારીઓને અનુરોધ

આણંદ : આણંદના સાંસદશ્રી અને દિશા કમિટીના ચેરમેન શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને  ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો - ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક આણંદ કલેકટર કચેરી, આણંદના સભાખંડ ખાતે યોજાઈ હતી. 


 સાંસદશ્રી મિતેશભાઇ પટેલે ભારત સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને વર્ષ ૨૦૨૫-૨૬ ના ચોથા ક્વાર્ટરની (માર્ચ ૨૦૨૬ અંતિત) લક્ષ્યાંકની સામે થયેલ કામગીરીની સમીક્ષા અને ભાવિ આયોજન અંગે જાણકારી મેળવી હતી.


  દિશા કમિટીના ચેરમેનશ્રી મિતેશભાઇ પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના નાગરિકોને પેટ્રોલ અને ડીઝલનો શકાય એટલો ઓછો ઉપયોગ કરવા અને ઉર્જા બચાવવાનો આહવાન કર્યો છે તેમા જોડાઈને આપણે બંને એટલું વાહનોનો ઉપયોગ ટાળીએ અને વર્ચ્યુઅલ માધ્યમથી કામગીરી અને જરૂરી બેઠકો યોજી જિલ્લાને વિકાસની દિશામાં આગળ વધારવા અનુરોધ કર્યો હતો. તેમણે જનપ્રતિનિધિઓ દ્વારા પૂછવામાં આવેલ વિકાસલક્ષી પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા સબંધિત વિભાગના અધિકારીઓને સૂચનો કર્યા હતા.


   આ ઉપરાંત તેમણે આણંદ જિલ્લામાં છેવાડાના માનવી સુધી સુવ્યવસ્થિત માર્ગ પરિવહન સેવા, સુદ્રઢ આરોગ્ય સુવિધા, પીવાનું પૂરતું ચોખ્ખું પાણી, ડિજિટલ ઈન્ડિયા અને સમગ્ર શિક્ષા અભિયાન અન્વયે ઉપયોગી જાણકારી અને શિક્ષણ, ખેડૂતોને કૃષિ સહાય તથા મહિલાઓ અને બાળકોના પોષણનું ધ્યાન રાખવામાં આવે, યુવાઓને રોજગાર તકોમાં વધારો થાય અને પાયાની સુવિધાથી કોઈપણ નાગરિક વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા સતત પ્રયાસરત રહેવા અને કોઈપણ સાચો લાભાર્થી સહાયથી વંચિત ન રહી જાય તે જોવા જણાવ્યું હતું.             


   જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.વી.દેસાઈએ આણંદ ખાતે યોજાયેલ દિશા બેઠકનું સંચાલન કર્યું હતું.


 ઉલ્લેખનીય બાબત છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલની બચત કરવા આપેલ વર્ચ્યુઅલ માધ્યમથી બેઠકોમાં તેમજ અન્ય જરૂરી કામગીરી કરવાની અપીલને અપનાવીને જિલ્લા કલેક્ટરશ્રીના સૂચન અનુસાર જિલ્લાની મોટા ભાગની કચેરીઓના અધિકારીઓ ઓનલાઇન માધ્યમથી ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો - ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકમાં જોડાયા હતા.


  આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી, ધારાસભ્ય સર્વ શ્રી ચિરાગભાઈ પટેલ અને શ્રી યોગેશ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઈ, દિશા કમિટીના વિવિધ વિભાગના અધિકારીઓ ઓફલાઇન તેમજ ઓનલાઈન માધ્યમથી બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. 

Advertisement