આણંદમાં નામચીન જ્વેલર્સના શોરૂમ પર GST વિભાગની તવાઈ!

આણંદમાં નામચીન જ્વેલર્સના શોરૂમ પર GST વિભાગની તવાઈ!

આણંદમાં નામચીન જ્વેલર્સના શોરૂમ પર GST વિભાગની તવાઈ!

આણંદમાં આજે સવારથી જ GST વિભાગની ટીમોએ વિવિધ જ્વેલર્સના શોરૂમ પર દરોડા પાડી તપાસ હાથ ધરી છે.

ગામડી વડ વિસ્તારમાં આવેલા પ્રમુખ જ્વેલર્સ અને રાધે જ્વેલર્સ, જ્યારે ટાઉન હોલ પાસે આવેલા ઝવેરાત જ્વેલર્સમાં પણ GST વિભાગની ટીમો ત્રાટકી છે.

સવારથી શરૂ થયેલી આ કાર્યવાહી મોડી સાંજ સુધી યથાવત્ રહી હતી.

GST વિભાગની ટીમો દ્વારા જ્વેલર્સના શોરૂમમાં બંધ બારણે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ કાર્યવાહીમાં શું સામે આવ્યું અને કયા કારણોસર દરોડા પાડવામાં આવ્યા, તે અંગે GST વિભાગ તરફથી સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

આણંદમાં GST વિભાગની આ મોટી કાર્યવાહીએ જ્વેલર્સ આલમમાં ભારે ચર્ચા જગાવી છે.