Advertisement

આણંદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચતા જનજીવન પ્રભાવિત

આણંદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચતા જનજીવન પ્રભાવિત

આણંદ જિલ્લામાં ઉનાળાની ગરમી દિવસેને દિવસે આકરા સ્વરૂપમાં જોવા મળી રહી છે. આજે શહેરનું મહત્તમ તાપમાન આશરે 42 ડિગ્રી સેલ્સિયસ નજીક પહોંચતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બપોરના સમયે રસ્તાઓ પર સામાન્ય દિવસોની સરખામણીએ ઓછી અવરજવર જોવા મળી હતી.


હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને બપોર દરમિયાન ગરમ પવનો ફૂંકાતા લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ગરમીના કારણે ઠંડા પીણાં, આઈસ્ક્રીમ અને નાળિયેર પાણીની માંગમાં પણ વધારો નોંધાયો છે.


ડોક્ટરોએ બાળકો, વૃદ્ધો અને દર્દીઓને ખાસ કાળજી રાખવાની સલાહ આપી છે. લોકોને વધુ પાણી પીવું, સીધી ધુપથી બચવું તેમજ જરૂરી કામ હોય ત્યારે જ બપોરે બહાર નીકળવું એવી અપીલ કરવામાં આવી છે.

Advertisement