આણંદમાં ગણેશ વિસર્જન માટે ટ્રાફિક એલર્ટ!

આણંદમાં ગણેશ વિસર્જન માટે ટ્રાફિક એલર્ટ!

આણંદમાં ગણેશ વિસર્જન માટે ટ્રાફિક એલર્ટ!


25 સપ્ટેમ્બરે આ રસ્તાઓ પર જશો તો રૂટ બદલાયેલો મળી શકે છે!


આણંદમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રાને લઈને 25 સપ્ટેમ્બરે સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધી શહેરના અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રણ અને ડાયવર્ઝન રહેશે.


અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલ ગમારા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1)(બી) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


ગણેશ વિસર્જનની શોભાયાત્રા આઝાદ મેદાનથી શરૂ થઈ અંબાજી મંદિર, ગોપી સિનેમા, લોટીયા ભાગોળ, કપાસિયા બજાર, ટાવર બજાર, ગામડીવડ, કરમસદ-આણંદ મહાનગરપાલિકા કચેરી, ગોપાલ ચાર રસ્તા, મ્યુનિસિપલ દવાખાનું, જૂનું ST સ્ટેન્ડ, કવિતા શોપિંગ સેન્ટર, લક્ષ્મી ચાર રસ્તા, ભાથીજી મંદિર, બેઠક મંદિર અને વેરાઈ માતા મંદિર સહિતના વિસ્તારોમાંથી પસાર થશે.


આથી ટાઉન હોલથી ગોપી સિનેમા અને મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ તરફનો માર્ગ, બેઠક મંદિરથી ગામડીવડ, સ્ટેશન રોડ, મ્યુનિસિપલ દવાખાના, જૂના ST ચાર રસ્તા, મિનરવા, લક્ષ્મી ટોકીઝથી વેનડોર ચાર રસ્તા સહિતના અનેક માર્ગો પર વાહન વ્યવહારમાં ફેરફાર રહેશે.


તો પછી વાહનચાલકો જશે ક્યાંથી?


સામરખા ચોકડી તરફથી આવતા વાહનો મહેન્દ્ર શાહ હોસ્પિટલ, ગુજરાતી ચોક, જૂના દાદર અને અમૂલ ડેરી રોડ થઈ ગણેશ ચોકડી તરફ જઈ શકશે.


લાંભવેલ અને વિદ્યાનગર તરફથી આવતા વાહનો ગ્રીડ ચોકડી, સરદારબાગ પોલીસ ચોકી અને ભાલેજ ઓવરબ્રિજ થઈ સામરખા ચોકડી તરફ જઈ શકશે.


બોરસદ ચોકડી તરફથી આવતા વાહનો ગણેશ ચોકડી, અમૂલ ડેરી, જૂના દાદર, ગુજરાતી ચોક અને મહેન્દ્ર શાહ હોસ્પિટલ તરફનો વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરી શકશે.


જ્યારે નવા બસ સ્ટેશન તરફથી આવતા વાહનો પાયોનિયર હાઈસ્કૂલ ચોકડી થઈ મહેન્દ્ર શાહ હોસ્પિટલ રોડનો ઉપયોગ કરી શકશે.


ખાસ વાત એ છે કે સરકારી વાહનો, એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડના વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.


અને હા…

જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.


એટલે 25 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન માટે નીકળો ત્યારે રૂટ ચેક કરીને જ નીકળજો, નહીં તો રસ્તામાં ડાયવર્ઝન તમારી મુસાફરીનો પ્લાન બદલી શકે છે!