Advertisement

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ, પોસ્ટલ બેલેટમાં ભાજપ આગળ

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ, પોસ્ટલ બેલેટમાં ભાજપ આગળ

આણંદ જિલ્લામાં આવેલી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતગણતરીની પ્રક્રિયાનો સવારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રારંભ થયો છે. મતગણતરી કેન્દ્ર પર સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે અધિકારીઓની હાજરીમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.


સૌપ્રથમ કુલ 241 પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવી, જેમાં પ્રારંભિક રૂઝાનો મુજબ ભાજપે આગળ વધી હોવાનું સામે આવ્યું છે. પોસ્ટલ બેલેટની ગણતરી બાદ હવે ઇવીએમ મશીનોના મત ગણતરીના રાઉન્ડ શરૂ થશે.


માહિતી અનુસાર, સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 14 ટેબલ ગોઠવવામાં આવ્યા છે અને કુલ 22 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ કરવામાં આવશે. પરિણામોને લઈને રાજકીય પક્ષોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે અને અંતિમ પરિણામ સુધી સસ્પેન્સ જળવાઈ રહેશે.

Advertisement