Advertisement

આણંદ ટાઉન પોલીસની મોટી કાર્યવાહી: સજા વોરંટનો આરોપી ઝડપાઈ કોર્ટ હવાલે કરાયો, કાયદાની કડક અમલવારીનો દાખલો રજૂ

આણંદ ટાઉન પોલીસની મોટી કાર્યવાહી: સજા વોરંટનો આરોપી ઝડપાઈ કોર્ટ હવાલે કરાયો, કાયદાની કડક અમલવારીનો દાખલો રજૂ

આણંદ ટાઉન પોલીસ દ્વારા કાયદાની અસરકારક અમલવારી કરતા નામદાર કોર્ટના સજા વોરંટ હેઠળ ફરાર આરોપીને ઝડપી પાડવાની સફળ કામગીરી હાથ ધરવામાં આવી છે. મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી અમદાવાદ વિભાગ તથા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન અને સૂચનાઓ મુજબ કોર્ટમાંથી મળતા સમન્સ, વોરંટ અને નોટીસની ચોક્કસ બજવણી માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

નાયબ પોલીસ અધિક્ષકશ્રી આણંદ વિભાગના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ્પેક્ટર વી.ડી. ઝાલા દ્વારા તમામ સ્ટાફને સક્રિય બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેન્ડિંગ વોરંટની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મળેલી બાતમીના આધારે અ.હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ રાવજીભાઈ અને બહાદુરસિંહ નવલસિંહે સંયુક્ત પ્રયાસોથી આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી પકડી પાડ્યો હતો.

પકડાયેલ આરોપી પ્રકાશભાઈ ડાહ્યાભાઈ પ્રજાપતી, રહે. દીપાવલી સોસાયટી, દિવ્યા સિનેમાની સામે, આણંદનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીને નામદાર કોર્ટમાં હાજર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેનાથી કાયદા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પોલીસની સક્રિય કામગીરીનો સ્પષ્ટ સંદેશો સમાજ સુધી પહોંચ્યો છે.

Advertisement