આણંદ SOGનો સપાટો, ગાંજાના લીલા છોડ સાથે એક શખ્સ ઝડપાયો

આણંદ SOGનો સપાટો, ગાંજાના લીલા છોડ સાથે એક શખ્સ ઝડપાયો

આણંદના કરમસદ-સંદેસર ચોકડી વિસ્તારમાં SOG દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, પંચવતી સ્કૂલ સામેના વિસ્તારમાંથી 6થી વધુ લીલા ગાંજાના છોડ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

SOGની ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી અને સ્થળ પરથી ગાંજાના છોડ મળી આવતા એક વ્યક્તિને કાયદેસરની કાર્યવાહી માટે ઝડપી લીધો હોવાનું સામે આવ્યું છે.

હાલ પોલીસે ગાંજાના છોડ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ શખ્સે ગાંજાના છોડ ક્યાંથી મેળવ્યા હતા અને આ મામલે કોઈ અન્ય વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

આમ, કરમસદમાં ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાતા આણંદ SOGની કામગીરી ફરી ચર્ચામાં આવી છે.