આણંદ શહેર નજીકના રાસનોલ ગામમાં સાયબર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

આણંદ શહેર નજીકના રાસનોલ ગામમાં સાયબર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

એક OTP પણ નથી આપ્યો... કોઈ લિંક પણ નથી ખોલી... છતાં બેંક ખાતામાંથી 11 લાખ રૂપિયા ગાયબ! 😱📱💸

આણંદ શહેર નજીકના રાસનોલ ગામમાં સાયબર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

મૂળ આમરોલના અને હાલ રાસનોલમાં રહેતા અનિલભાઈ જાદવના બેંક ખાતામાં 21 તારીખે 11 લાખ રૂપિયા જમા થયા હતા. સસરાએ જમીન ગીરો રાખવાના કામ માટે પોતાની ફિક્સ ડિપોઝિટ તોડાવીને આ રકમ તેમના ખાતામાં ટ્રાન્સફર કરી હતી.

પરંતુ રાત્રિ પડતા જ શરૂ થયો એક પછી એક ટ્રાન્ઝેક્શનનો સિલસિલો!

અલગ-અલગ સમયે મોબાઈલ પર આવતા મેસેજ જોઈને અનિલભાઈને ખબર પડી કે તેમના ખાતામાંથી UPI મારફતે લાખો રૂપિયા ઉપડી રહ્યા છે.

થોડા જ સમયમાં... 11 લાખ રૂપિયાનું ખાતું લગભગ ખાલી થઈ ગયું!

અનિલભાઈનો દાવો છે કે તેમણે કોઈને OTP આપ્યો નહોતો અને કોઈ શંકાસ્પદ લિંક પણ ડાઉનલોડ કરી નહોતી.

પરંતુ સાયબર એક્સપર્ટના જણાવ્યા મુજબ, મોબાઈલનું એક્સેસ હેકર્સ સુધી પહોંચ્યા વગર આવી રીતે ટ્રાન્ઝેક્શન થવું મુશ્કેલ છે.

કદાચ થોડા મહિના પહેલાં આવેલી કોઈ APK ફાઇલ...

કોઈ લગ્નનું ડિજિટલ ઇન્વિટેશન...

કોઈ RTO ચલણનો મેસેજ...

અથવા કોઈ રિફંડની લિંક...

ભૂલથી ડાઉનલોડ થઈ ગઈ હોય અને હેકર્સને મોબાઈલનું રિમોટ એક્સેસ મળી ગયું હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સાયબર ઠગો ઘણી વખત તરત પૈસા ઉપાડતા નથી...

પહેલા મોબાઈલમાં ઘૂસે છે... માહિતી ભેગી કરે છે... અને યોગ્ય સમય આવતાં એકાઉન્ટ પર હાથ સાફ કરે છે!

આ ઘટનામાં પણ હેકર્સે અલગ-અલગ ખાતાઓમાં અને કેટલાક ક્રેડિટ કાર્ડમાં રકમ ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં જ અનિલભાઈએ સમય બગાડ્યા વગર સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કર્યો. ત્યારબાદ સાઈબર સેલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને સંબંધિત ખાતાઓને બ્લોક કરવા અને સ્ટોપ પેમેન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

⚠️ સાયબર એક્સપર્ટની ખાસ સલાહ —

કોઈપણ અજાણી APK ફાઈલ, લિંક કે એપ ડાઉનલોડ ન કરો. હાલમાં IT રિટર્ન બાકી છે કે રિફંડ મળશે જેવા મેસેજ દ્વારા પણ છેતરપિંડીના પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવાયું છે.

અને જો ભૂલથી કોઈ શંકાસ્પદ APK ફાઈલ ડાઉનલોડ થઈ ગઈ હોય તો તરત જ મહત્વના પાસવર્ડ બદલો અને સાયબર એક્સપર્ટની મદદ લો.

📱💸 યાદ રાખો... હેકર તમારું OTP માગે એ પહેલાં પણ તમારા ફોનમાં ઘૂસી શકે છે. એક ખોટી ક્લિક... અને વર્ષોની બચત મિનિટોમાં ગાયબ થઈ શકે છે!