Advertisement

આણંદ રેલ્વે સ્ટેશન પર પરિવારથી વિખૂટો પડેલો બાળક પરિવાર સાથે મિલન કરાવ્યો

આણંદ રેલ્વે સ્ટેશન પર પરિવારથી વિખૂટો પડેલો બાળક પરિવાર સાથે મિલન કરાવ્યો

પશ્ચિમ રેલ્વે વડોદરા વિભાગના પોલીસ અધિક્ષક અભય સોની તથા નાયબ પોલીસ અધિક્ષક જી.એસ. બારિયા દ્વારા રેલ્વે સ્ટેશન હદ વિસ્તારમાં બનતા ચોરીના ગુનાઓ શોધી કાઢવા, તેમજ “Mission Safe Station” અને “Project Milap”ને સફળ બનાવવા માટે બિનવારસી બાળકો અને મહિલાઓ અંગે સજાગ રહી તપાસ કરવાની ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.


આ સૂચનાઓના અનુસંધાને આણંદ રેલ્વે સ્ટેશન પર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. વ્યાસના માર્ગદર્શન હેઠળ તા. 9 માર્ચ 2026ના રોજ શી-ટીમ પેટ્રોલિંગમાં હતી. બપોરે લગભગ 1 વાગ્યાના અરસામાં ટ્રેન નં. 22953 ગુજરાત એક્સપ્રેસ પ્લેટફોર્મ નં. 3 પર આવી ઉભી રહી હતી.


ટ્રેનના કોચ નં. C/1માં પોલીસ હેડ કોન્સ્ટેબલ કેસરબેન અને પોલીસ કોન્સ્ટેબલ લખમાબેનને ટોયલેટ પાસે એક બાળક બિનવારસી હાલતમાં બેઠેલો જોવા મળ્યો હતો. બાળકને ટ્રેનમાંથી ઉતારી આણંદ રેલ્વે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી.


પૂછપરછ દરમિયાન બાળકએ પોતાનું નામ કિશન (નામ બદલેલ), ઉંમર 13 વર્ષ, રહે. ગામ કાવીટા, તા. બોરસદ, જી. આણંદ હોવાનું જણાવ્યું હતું. તેણે ઘરે કોઈને કહ્યા વગર ફરવા નીકળી ગયાની માહિતી આપી હતી. રેલ્વે પોલીસે બાળકના વાલી-વારસાનો સંપર્ક સાધતા તેઓ રેલ્વે પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા. ત્યારબાદ બાળકને તેના પિતાને સુપરત કરવામાં આવ્યો હતો. આ રીતે આણંદ રેલ્વે પોલીસ સ્ટેશનની શી-ટીમે બાળકને સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement