Advertisement

આણંદ રેલ્વે સ્ટેશન પર ચોરીની અનોખી તરકીબ: મુસાફર સાથે સૂવાનો ઢોંગ કરી ખિસ્સાકાતરુએ પાકીટ તફડાવ્યું, લાઈવ વીડિયો વાયરલ!

આણંદ રેલ્વે સ્ટેશન પર ચોરીની અનોખી તરકીબ: મુસાફર સાથે સૂવાનો ઢોંગ કરી ખિસ્સાકાતરુએ પાકીટ તફડાવ્યું, લાઈવ વીડિયો વાયરલ!

આણંદ રેલ્વે સ્ટેશન પર સુરક્ષા ના અભાવ વર્તાતા હોય તેમ પ્લેટફોર્મ પર આરામ ફરમાવતા મુસાફરના ખિસ્સામાં થી ખિસ્સા કાતરૂ મુસાફર સાથે સૂવાનો ઢોંગ કરી સીફતપૂર્વક પાકીટની તફડંચી કરતો વિડિયોમાં કેદ થતાં રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સલામતી બાબતે પ્રશ્ન ઉઠવા પામ્યાનું જાણવા મળેલ છે.


પ્રાપ્ત વિગત અનુસાર આણંદ રેલ્વે સ્ટેશન પર અસામાજીક તત્વો અડીંગો જમાવી દેતા હોય છે. તેમ છતાં રેલ્વે પોલીસ દ્વારા તેમની સામે કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર મુસાફરોને ખોટી રીતે હેરાન કરતાં હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે. રેલ્વે સ્ટેશન પર ખિસ્સાકાતરુ સહિત ચેઇન સ્નેચીંગના બનાવો વધી ગયા છે. ત્યારે મંગળવાર બપોરે આણંદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર આરામ ફરવી રહેલા એક મુસાફર પાસે ખિસ્સાકાતરૂ પહોંચી ગયો હતો. તેના પડખામાં સુઇ ગયો હતો. ત્યારબાદ તક મળતાં મુસાફરના પેન્ટના ખિસ્સામાંથી સીફતપૂર્વક ખિસ્સાકાતરૂ દ્વારા પાકીટની તફડંચી કરતો વિડિયોમાં કેદ થયો હતો.જે બાબતેને વિડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. ત્યારે આણંદ રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષાના અભાવ જોવા મળી રહ્યો છે

Advertisement