Advertisement

આણંદ ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને 'જિલ્લા સ્વાગત' ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

આણંદ ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને 'જિલ્લા સ્વાગત' ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત ૬ અરજદારોના પ્રશ્નોનું કરાયું હકારાત્મક નિરાકરણ


આણંદ, શુક્રવાર :રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને હકારાત્મક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર રાજ્યમાં પ્રતિમાસ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે. ગુજરાતમાં યોજાઈ રહેલા આ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ થયું છે. 


 'જિલ્લા સ્વાગત' ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં મે માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, આણંદના સભાખંડ ખાતે યોજાયો હતો.       


             આ કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારો દ્વારા કરવામાં આવેલ વિવિધ વિભાગોને સંલગ્ન રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના - માર્ગદર્શન આપી અરજદારોના પ્રશ્નોનું સ્થળ ઉપર નિરાકરણ કરવામાં આવ્યું હતુ. જેના પરિણામે આ કાર્યક્રમમાં ઉપસ્થિત કુલ ૦૬ અરજદારોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યુ હતુ.


         આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટરશ્રી આર. એસ. દેસાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement