Advertisement

આણંદ જિલ્લાના કામદાર અને નોકરીદાતાઓને “હીટવેવ (લૂ)” થી બચવા માટે જરૂરી સૂચનો પાલન કરવા અનુરોધ

આણંદ જિલ્લાના કામદાર અને નોકરીદાતાઓને “હીટવેવ (લૂ)” થી બચવા માટે જરૂરી સૂચનો પાલન કરવા અનુરોધ


આણંદ, મંગળવાર : આગામી સમયમાં જિલ્લામાં હિટવેવ સર્જાવાની શક્યતાને ધ્યાને લઈને આણંદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જિલ્લામાં કામદારો અને નોકરીદાતાઓને હીટવેવ સામે રક્ષણ મેળવવા માટે એક માર્ગદર્શિકા બહાર પાડી કેટલાંક જરૂરી સૂચનોનું પાલન કરવા અનુરોધ કરાયો છે. 


કામદાર અને નોકરીદાતાઓએ આટલું કરવું 


• નોકરીદાતાઓએ કાર્યના સ્થળે કામદારો માટે પીવાના ઠંડા શુધ્ધ પાણીની વ્યવસ્થા તેમજ કામદારો દર ૨૦ મિનિટે અથવા વધુ વખત પાણી પીવાનુ યાદ કરાવવુ. 


• કાર્ય કરતી વખતે શરીર અને માથા પર સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતીને ટાળવી અને સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમય દરમિયાન ગોઠવવું.


• ફિલ્ડ પરની કે બહારની પ્રવૃત્તિઓ માટે આરામના સમયની વ્યવસ્થા કરવી અને ૧ કલાક મજૂરી પછી ઓછોમા ઓછી ૫ મિનિટ આરામ આપવો


• જે કામદાર વધૂ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલ નથી તેવા કામદારોને હળવું તેમજ ઓછી સમયમર્યાદા માટે કામ આપવું.


• નોકરીદાતા અને કામદારોએ અખબાર, રેડિયો, ટીવી થકી સ્થાનિક હવામાન સમાચારથી માહિતગાર રહેવુ અને તે મુજબ કાર્યનુ આયોજન કરવુ.


• ભારતીય હવામાન વિભાગ (IMD)ની વેબસાઈટ https://mausam.imd.gov.in/ પર હવામાનની નવીનતમ અપડેટ મેળવતા રહેવુ


• નોકરીદાતાએ વધારાના કામદારોને કામ સોંપવુ અથવા કામની ગતિ ધીમી કરવી


• ખાતરી કરવી કે દરેક વ્યક્તિ યોગ્ય રીતે અનુકૂળ હોય. ગરમ આબોહવાને અનુકૂળ થવામાં અઠવાડિયા જેટલો સમય લાગતો હોવાથી કામના પ્રથમ પાંચ દિવસ માટે એક દિવસમાં ત્રણ કલાકથી વધુ કામ ના કરવુ અને ધીમે ધીમે પ્રવૃત્તિમાં અને કાર્યના સમયમાં વધારો કરવો.


• કામદારોને એવા પરિબળોને ઓળખવા માટે તાલીમ આપવી કે જે ગરમી સંબંધિત બીમારી થવાનું જોખમ વધારી શકે છે અને ગરમીના તાણના ચિહ્નો, લક્ષણો અને "સહકારી વ્યવસ્થા" શરૂ કરવી કારણ કે લોકો તેમના પોતાના લક્ષણોની નોંધ લે તેવી શક્યતા ઓછી છે. 


• પ્રશિક્ષિત ફર્સ્ટ એઇડ પ્રદાતાઓ ઉપલબ્ધ હોય અને ગરમી સંબંધિત બીમારીની ઘટના માટે ઈમરજન્સી રિસ્પોન્સ પ્લાન હોય તેવુ આયોજન કરવુ


• સગર્ભા કામદારો, તબીબી સ્થિતિ ધરાવતા કામદારો અથવા અમુક દવાઓ લેનારાઓએ ગરમીમાં કામ કરવા વિશે તેમના ચિકિત્સકો સાથે ચર્ચા કરેલી હોવી જોઈએ તે સુનિશ્ચિત કરવુ.


• જો બહાર કામ કરતા હોય તો હળવા રંગના કપડા પહેરવા ખાસ કરીને લાંબી બાંયનો શર્ટ-પેન્ટ અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કને રોકવા માટે માથું ઢાંકી દેવુ.


• કાર્યસ્થળ પર તાપમાન અને તેની આગાહીને લગતુ પ્રદર્શન સ્થાપિત કરવુ.


• માહિતીપ્રદ પત્રિકાઓનું વિતરણ કરવુ અને કામદારો માટે અતિશય ગરમીની આરોગ્ય પર થતી અસર અને ઉચ્ચ તાપમાન દરમિયાન પોતાને બચાવવા માટે કયા પગલા લેવા તે અંગેની તાલીમનું આયોજન કરવુ.


 ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈ આણંદ જિલ્લાના કામદારો અને નોકરીદાતાઓને હિટ વેવથી બચવા જરૂરી કાળજી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.  


Advertisement