આણંદ:: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિયામક, સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગજનો માટેની 'દિવ્યાંગ સાધન સહાય યોજના' અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આણંદ જિલ્લાના ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ શકશે.
દિવ્યાંગ સાધન સહાય યોજના અંધત્વ માટે સ્માર્ટ કેન, સ્માર્ટ ફોન, વિઝ્યુઅલ ઇમ્પેરડ કિટ, બ્રેઈલ કિટ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી માટે, વ્હિલચેર, કેલીપર્સ, શ્રવણક્ષતિ માટે હિયરીંગ એઈડ્સ બંને કાન માટે, ઓછી દ્રષ્ટિ માટે ચશ્મા, બૌદ્ધિક અસમર્થતા (માનસિક રોગ) માટે વય મર્યાદા મુજબ ટી.એલ.એમ કિટ, રક્તપિત્ત મુક્ત વ્યક્તિઓ માટે એ.ડી.એલ કિટ, કરવા સેલફોન, અસ્થિવિષયક દિવ્યાંગતા માટે વ્હિલચેર, ટ્રાઈસીકલ, વોકિંગ સ્ટીક, એલ્યુમિનિયમ કાખઘોડી (એક્સિલા ક્રચ), એલ્બો ક્રચ, કેલીપર્સ, કૃત્રિમ અંગો અને સેરેબ્રલ પાલ્સી માટે સી.પી. ચેર, નાની વ્હિલચેર, રોલેટરસ અને કેલીપર્સની સુવિધા મળવા પાત્ર છે.
દિવ્યાંગ લાભાર્થીઓએ ઓનલાઇન પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in/ પર અરજી કરવાની રહેશે. પોર્ટલ શરૂ થયાની તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધી ખુલ્લુ રેહશે l.
આણંદ જિલ્લાના તમામ દિવ્યાંગજનો વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, ભોંયતળીયે, જુની કલેક્ટર કચેરી, સર્કિટ હાઉસની બાજુમાં, અમુલ ડેરી સામે, આણંદ ફોન નં. (૦૨૬૯૨) ૨૫૩૨૧૦ પર સંપર્ક કરવા આણંદના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે.