આણંદ જિલ્લાના અંદાજે 6 હજાર પરમિટ ધારકોને હવે દારૂની બોટલ માટે વધુ કિંમત ચૂકવવી પડશે.

આણંદ જિલ્લાના અંદાજે 6 હજાર પરમિટ ધારકોને હવે દારૂની બોટલ માટે વધુ કિંમત ચૂકવવી પડશે.

આણંદ જિલ્લાના અંદાજે 6 હજાર પરમિટ ધારકોને હવે દારૂની બોટલ માટે વધુ કિંમત ચૂકવવી પડશે.

રાજ્ય સરકારે દારૂના નિયમો અને ડ્યુટી માળખામાં ફેરફાર કરતા જૂની સ્પેશિયલ ફીમાં મોટો વધારો કર્યો છે. અત્યાર સુધી જે સ્પેશિયલ ફી 500 રૂપિયા હતી, તે હવે વધારીને 2 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે કે સ્પેશિયલ ફીમાં સીધો 1,500 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

સરકારના આ નિર્ણયની સીધી અસર આણંદ જિલ્લાની અધિકૃત પરમિટ વાઇન શોપ અને હજારો પરમિટ ધારકો પર પડશે. બ્રાન્ડેડ અને ઇમ્પોર્ટેડ લિકરની જે બોટલો અત્યાર સુધી સામાન્ય કિંમતે મળતી હતી, તેના માટે હવે ગ્રાહકોએ નોંધપાત્ર રીતે વધુ કિંમત ચૂકવવી પડશે.

ખાસ કરીને પ્રીમિયમ અને વિદેશી બ્રાન્ડના દારૂના ભાવમાં 20થી 30 ટકા સુધીનો વધારો થતા આણંદ શહેરમાં હાલમાં 5 જેટલી અધિકૃત પરમિટ શોપ કાર્યરત છે અને આ દુકાનો પરથી રોજની 700થી વધુ ઇમ્પોર્ટેડ દારૂની બોટલોનું વેચાણ થાય છે. બહારથી આવતા પ્રવાસીઓ અને હેલ્થ પરમિટ ધારકોની સંખ્યામાં સતત વધારો થવાને કારણે અહીં દારૂની માંગ પણ વધી રહી છે.

પરમિટ ધારકોમાં ખાસ કરીને વ્હિસ્કી, વોડકા, રમ અને વાઇન જેવી પ્રીમિયમ અને ઇમ્પોર્ટેડ બ્રાન્ડ્સની માંગ સૌથી વધુ જોવા મળે છે.

હવે સરકારની નવી સ્પેશિયલ ફી લાગુ થતા એક વાત સ્પષ્ટ છે કે…

પરમિટ તો પહેલેથી હતી, પરંતુ હવે પરમિટ ધારકોના ખિસ્સા પર પણ સ્પેશિયલ ફીનો સીધો માર પડશે!