Advertisement

આણંદ જિલ્લામાં તા.૨૬મી એપ્રિલે સ્થાનિક ચૂંટણીને પગલે શ્રમિકો માટે 'સવેતન રજા' જાહેર

આણંદ જિલ્લામાં તા.૨૬મી એપ્રિલે સ્થાનિક ચૂંટણીને પગલે શ્રમિકો માટે 'સવેતન રજા' જાહેર


આણંદ: આણંદ જિલ્લામાં જિલ્લા પંચાયતો તેમજ તાલુકા પંચાયતો તથા આણંદ મહાનગરપાલીકાની સામાન્ય ચુંટણી તા.૨૬/૦૪/૨૦૨૬ રવિવારનાં રોજ યોજવામાં આવનાર છે. મતદાનનાં દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા - ૧૯૪૮ હેઠળનાં નોંધાયેલા (ઔધોગિક એકમો) કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઈટ પર કામ કરતાં શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ ૧૩૫ (બી) મુજબ આવા કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાનાનાં શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ અન્વયે નોંધણી થયેલ સંસ્થાઓ/સાઇટના કામ કરતાં શ્રમયોગીઓને સંવેતન રજા આપવાની રહેશે તેમ આણંદ જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના મદદનીશ નિયામકશ્રી દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.

             આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓનાં પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહી. રજાનાં કારણે જો શ્રમયોગી/કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યકિત રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર હોય તેટલો પગાર ચુકવવાનો રેહશે. જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભું થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સંવેતન રજા આપવાની રહેશે. તેમજ જો કોઈ કારખાનેદાર ઉપરોક્ત જોગવાઈઓથી વિરુધ્ધનું વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મદદનીશ નિયામકશ્રી દ્વારા વધુમાં જણાવાયું છે.

Advertisement